આઇપીએલ ૨૦૨૨ ૨૬ માર્ચથી શરૂ થશે,પ્લેઓફ મેચો ક્યાં રમાશે તે હજુ નક્કી થયું નથી
મુંબઇ, આઇપીએસ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓ પર ખુલ્લેઆમ પૈસા લુટાવ્યા છે.આઇપીએલ ૨૦૨૨ માટે દસ ટીમોએ ૨૦૩ ખેલાડીઓ ખરીદ્યા. મેગા ઓક્શનમાં તમામ ટીમોએ કુલ ૫ અબજ ૪૯ કરોડ ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આઈપીએલ ૨૦૨૨નું શેડ્યૂલ આવતા સપ્તાહે આવવાની આશા છે. પરંતુ આઇપીએલ ૨૦૨૨ ૨૬ માર્ચથી શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોવિડને કારણે ગ્રુપ સ્ટેજની તમામ મેચો મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણે એમ બે સ્થળોએ રમાશે.
જ્યારે ફાઇનલ મક્કાબા સહિતની પ્લેઓફ મેચો ક્યાં રમાશે તે હજુ નક્કી થયું નથી. બીસીસીઆઇના એક અધિકારીના જણાવ્યા અનુસાર આઇપીએલ ૨૬ માર્ચથી શરૂ થશે. તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. હવે જાેવાનું એ રહે છે કે આઇપીએલ ૨૦૨૨માં ચેમ્પિયન બનવા માટે કઈ ટીમ સૌથી પ્રબળ દાવેદાર છે.
આઇપીએલ ૨૦૨૨માં બે નવી ટીમો ઉમેરવામાં આવી છે. પહેલા આઈપીએલમાં ૮ ટીમો રમતી હતી. પરંતુ આઇપીએલ ૨૦૨૨માં ૧૦ ટીમો રમશે.આઇપીએલ ૨૦૨૨માં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ બે નવી ટીમો ઉમેરવામાં આવી છે. લખનૌની ટીમનું નેતૃત્વ કેએલ રાહુલ કરશે અને ગુજરાતની ટીમનું સુકાન હાર્દિક પંડ્યા સાંભળશે.HS