“આઇવરી ટાવરમાં રહી ન્યાયાધીશો સમાજના પ્રશ્નો હલ કરી શકશે નહીં”!!
મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટ કથિત પ્રેમમાં પડતા મહિલાએ જાતીય સતામણીનો ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ સમક્ષ કરતા વકીલો માં અનેક તર્ક-વિતર્કો?!
અમદાવાદ ઇસનપુર વિસ્તાર બાજુ રહેતી ફરિયાદી મહિલા સાથે ન્યાયાધીશે અનેક વાર વોટ્સએપ થી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા નો મહિલાનો આક્ષેપ! હાઇકોર્ટની તપાસમાં શું તારણ નીકળશે?!
તસવીર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ની છે અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ તેમજ પોતાના સાસરિયા વિરુદ્ધ ૧૬/ ૨૦૧૯ થી ફરિયાદ નોંધાવી હતી જેનો કેસ અમદાવાદ શહેરની એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ના મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાલવા પર આવેલો!
મહિલાએ ન્યાયાધીશ સામે હાઇકોર્ટ સમક્ષ કરેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરેલા છે કે ન્યાયાધીશ સાહેબે ૧૧થી ૫ વાગ્યા સુધી બધા પક્ષકારો ગયા પછી બેસાડી રાખતા હતા! ફરિયાદી મહિલા એ એવું પણ જણાવ્યુ છે કે અમોને પ્રથમ સંદેશો તારીખ ૩૦.૦૩.૨૦ ના રોજ મોબાઈલથી મળ્યો હતો! તેમાં વોટ્સએપ ફોટા જોવાનું જણાવેલ અને ત્યારબાદ ઘી કાંટા જજ તરીકે ઓળખ આપેલી!
અને અમોને ફ્રેન્ડ માટે ઓફર કરી. મહિલાએ ચીફ જસ્ટિસ સમક્ષ કરેલી ફરિયાદમાં અવાર નવાર ન્યાયાધીશ કોફી પીવા જવાની માગણી કરતા હતા?! મહિલા એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે આશરે ૧૦૦ વધુ પેજનું વોટ્સએપ ચેટ છે! આ ફરિયાદ ના સંદર્ભે તેઓ હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થવાની પણ રજૂઆત કરી છે! હવે આ બાબતે ન્યાયાધીશ શ્રી હાઇકોર્ટ સમક્ષ શું ખુલાસો કરે છે એ જોવાનું રહે છે! ન્યાયાધીશ સામે થયેલા આક્ષેપો ગંભીર છે
પરંતુ ક્યારેક ન્યાયાધીશો સામે પણ ખોટા આક્ષેપો થતાં હોવાનું પણ મનાય છે! અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી સામે પણ ભૂતકાળમાં ખોટા આક્ષેપો થયા હોવાનું જણાઇ આવ્યું હતું! પરંતુ અહીંયા ન્યાયાધીશ સામે વોટ્સએપ ચેટ ના પુરાવા છે! એવો દાવો ફરિયાદી મહિલાએ કર્યો છે
ત્યારે જો આ સત્ય હોય તો આવા ન્યાયાધીશ ન્યાયતંત્રની ગરિમા માટે મોટા કલંક સમાન ગણાય માટે હાઇકોર્ટે આ મુદ્દો પૂરી ગંભીરતાથી લઈને વિના વિલંબે નિર્ણય કરવો જોઈએ! જેથી બીજા પક્ષકારો તેના ભોગ ન બને હાઇકોર્ટ ની તપાસ માં શું સત્ય બહાર આવે છે એ જોવાનું રહે છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમના એ તાજેતરમાં સરસ કહ્યું છે કે “‘‘આઇવરી ટાવર માં રહીને ન્યાયાધીશો સમાજના પ્રશ્નો હલ કરી શકશે નહીં ન્યાયાધીશો ની જવાબદારી કાયદાનું શાસન સ્થાપિત કરવાની સાથે સાથે માનવ મૂલ્યોના રક્ષણ ની પણ છે’’!!
ત્યારે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી સી.વી. જાનીએ કહ્યું છે કે ‘‘ન્યાય પ્રણાલીનો સૌથી વિશ્વસનીય પાયો એટલે ચારિત્ર્ય અને પ્રમાણિકતા’’!! ત્યારે આવા સંજોગોમાં ન્યાયાધીશો પર ક્યારેક સાચા તો ક્યારેક ખોટા આક્ષેપો થતા હોય છે પરંતુ કોઇ મહિલા એફિડેવિટ કરી કોઈ એક એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે કથિત ગંભીર આક્ષેપો કરે
અને તેની રજૂઆત ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ સમક્ષ કરાતા આ મુદ્દો ફોજદારી કોર્ટ માં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે અને કેટલાક વકીલો પણ ન્યાયાધીશ વિરુદ્ધ ચિત્ર વિચિત્ર કથિત આક્ષેપો કરતા થઈ ગયા છે તેને લઈને આ ફેલાયેલી કથિત અફવા માં ‘સત્ય’ શોધવાનું કામ નામદાર ગુજરાત હાઈકોર્ટ શિવાય કોઈ કરી શકે તેમ નથી!!