આઇસર ટેમ્પોમાં ચોર ખાનામાંથી વિદેશી શરાબની ૨૮૦ પેટીઓ ઝડપાઈ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એલસીબી શાખાની ટીમ દ્વારા સરહદી રાજ્યો માંથી ગુજરાતમાં વિદેશી શરાબનો જંગી જથ્થો ધૂસાડવાના બુટલેગરોના પેતરાઓ મા બંધ બોડીના આઈસર ટેમ્પો શરાબ ના જથ્થા ને લઈને વડોદરા પહોંચે આ પૂર્વે જ ગોધરા શહેર બહાર પોપટપુરા હા-ઇવે ઉપર આ ટેમ્પાને આંતરિને અંદાજે ૭ લાખ રૂ! કિંમત ની વિદેશી શરાબ અને બિયર ની ૨૮૦ પેટીઓ ઝડપી પાડીને ૧૭ લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરીને બુટલેગરોની અંધારી આલમને પંચમહાલ પોલીસ ના પાવર નો સખ્ત સંદેશો આપતી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.!!
પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પ્રોહીબીશન ના ચુસ્ત અમલ માટે બુટલેગરોના પેતરા ઓ સામે સખ્ત રહો ના આપેલા આદેશોના અમલમાં ગોધરા ખાતે રીડર શાખા ના પીએસઆઈ પી.એન.સીંગ ને મળેલ એક ગુપ્ત બાતમીના આધારે ગોધરા એલસીબી શાખાના પીઆઈ જે.એન.પરમાર દ્વારા હાથ ધરવામાં આવેલ
ઓપરેશન મા પીએસઆઈ. આઈ.એ.સિસોદિયા અને કર્મચારીઓ ની ટીમ દ્રારા શહેર બહાર પોપટપુરા પાસે થી પૂર ઝડપે પસાર થતા બંધ બોડી ના આઈસર ટેમ્પો નં જી.જે.૦૮ એ.યુ.૬૮૦૪ ને આંતરી ને અંદર ઝીણવટ પૂર્વક તપાસ કરતા ડનલોપ સીટના કાટુંનો ની આડસમાં છુપાયેલા ચોર ખાનામાંથી
અંદાજે ૭ લાખ રૂપિયા ના વિદેશી શરાબ અને બિયર ની ૨૮૦ પેટીઓ નો જંગી જથ્થો ઝડપી પાડી ને ગુજરાત ના બુટલેગરોના શરાબના જંગી જથ્થાની ખેપ માનનારા આંતરરાજ્ય ખેપિયો દિપારામ મકનારામ જાડ રહે. ચૌહટન હિમગઢ મેઈન બજાર ( રાજસ્થાન ) ને ઝડપી પાડીને ડનલોપ કાટુન અને ટેમ્પા સમેત અંદાજે ૧૭ લાખ રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.