Western Times News

Gujarati News

આઇસીઆઇસીઆઇ બેંકના એમડી સીઇઓ ચંદાને પદેથી બરતરફ કરવાની વિરૂધ્ધ અપીલ રદ

નવીદિલ્હી, આઇસીઆઇસીઆઇ બેંકની પૂર્વ સીઇઓ ચંદા કોચરને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે આઇસીઆઇસીઆઇ બેંકના પ્રબંધ નિદેશક એમડી અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઇઓના રૂપમાં બરતરફીની વિરૂધ્ધ તેમની અપીલને રદ કરવાનો નિર્ણય કર્યો જેમાં ચંદા કોચરની અરજી રદ કરવામાં આવી છે. સુપ્રીમે કહ્યું કે અમે હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવા માટે ઇચ્છુક નથી આ બેંક અને નિયોકતાની વચ્ચે ખાનગી કરારના દાયરામાં આવે છે.

એ યાદ રહે કે ચંદા કોચરે બોમ્બે હાઇકોર્ટના તે આદેશની અપીલ કરી જેણે આઇસીઆઇસીઆઇ બેંકની એમડી અને સીઇઓના રૂપમાં બરતરફીની વિરૂધ્ધ તેમની અરજી રદ કરી દીધી હતી. આ પહેલા ગત વર્ષ જાન્યુઆરીમાં આઇસીઆઇસીઆઇ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટરે નિર્ણય કર્યો છે કે ચંદા કોચરને કોઇ કારણે નોકરીમાંથી કાઢવામાં આવનાર તેનો સીધો અર્થ એ છે કે તેમને નોકરીમાંથી કાઢવામાં માનવામાં આવશેૈ ત્યારબાદ તેમને વર્તમાન અને ભવિષ્યમાં મળનારી તમામ લાભ બંધ કરી દેવામાં આવે પછી તે બોનસ હોય ઇનક્રીમેટ હોય સ્ટોક ઓપ્શન હોય કે મેડિકલ બેનેફિટ એટલું જ નહીં એપ્રિલ ૨૦૦૯થી માર્ચ ૨૦૧૮ સુધી જે પણ બોનસ તેમને આપવામાં આવ્યો તેને પાછો વસુલવામાં આવશે ચંદા કોચરના મામલાથી જાેડાયેલ તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને બેંકને આપવામાં આવેલ વાર્ષિક જાહેરાતને બતાવવામાં ઇમાનદારી દાખવી નથી જાે કે બેંકની આંતરિક પોલીસ કોડ ઓફ કંડકટ અને ભારતના કાનુન હેઠળ જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.