આઇસીજેના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના દલવીર ભંડારી ચૂંટાયા

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય અદાલત કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) ની પ્રાથમિક ન્યાયિક શાખા છે અને તેનું હેડક્વાર્ટર નેધરલેન્ડમાં છે, ત્યાં ન્યાયાધીશ તરીકે ભારત તરફથી ન્યાયાધીશ તરીકે દલવીર ભંડારી બિરાજમાન હતા અને છેલ્લા ૭૧ વર્ષથી ગ્રેટ બ્રિટનના જ મુખ્ય ન્યાયાધીશનું સર્વોચ્ચ પદ સંભાળતું હતું.
હવે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના મુખ્ય ન્યાયાધીશ તરીકે સાત દાયકા બાદ કોઈ ભારતીય બિરાજમાન બનશે. આઇસીજેની હાલમાં જ ચૂંટણી થઇ હતી અને તેમાં ૧૯૩ માંથી ૧૮૩ મત મેળવીને દલવીર ભંડારી મુખ્ય ન્યાયાધીશ તરીકે આરૂઢ બનશે. તેઓ આગામી ૯ વર્ષ સુધી આ પદ ભોગવશે.
દલવીર ભંડારી હાલમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના ન્યાયાધીશ છે. ભારતમાંથી, તેઓ ૨૭ એપ્રિલ ૨૦૧૨ ના રોજ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા. નવેમ્બર ૨૦૧૭ માં, તેઓ બીજી ટર્મ માટે પણ આ પદ માટે ચૂંટાયા હતા. જસ્ટિસ દલવીર ભંડારી વર્ષ ૨૦૦૫ માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. દલવીર ભંડારી વકીલોની પ્રખ્યાત શ્રેણીમાંથી આવે છે.
તેમના પિતા મહાવીરચંદ ભંડારી અને દાદા બી.સી. ભંડારી, બંને રાજસ્થાન બારના સભ્ય હતા. તેમણે જાેધપુર યુનિવર્સિટીમાંથી માનવતા અને કાયદામાં ડિગ્રી મેળવી અને ૧૯૬૮ થી ૧૯૭૦ સુધી રાજસ્થાન હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી.
જૂન ૧૯૭૦ માં, તેમને શિકાગોમાં ભારતીય કાયદાના સંશોધન પર શિકાગો યુનિવર્સિટી દ્વારા આયોજિત છ સપ્તાહની વર્કશોપમાં આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને બાદમાં બીજી આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ માટે, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી માસ્ટર્સ ઓફ લોની ડિગ્રી મેળવી હતી.
૨૫ જુલાઈ ૨૦૦૪ ના રોજ તેમને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે કાયદાની વિવિધ શાખાઓમાં ઘણા ચુકાદા આપ્યા. તેમના ર્નિણયો અને આદેશોને કારણે મહારાષ્ટ્રના પાંચ સૌથી પછાત જિલ્લાઓમાં કુપોષણ માટે ભંડોળની વિશાળ ફાળવણી થઈ.
બોમ્બે હાઇકોર્ટમાં અરજદારો માટે માહિતી કેન્દ્રની સ્થાપના કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. અત્યારે ગુજરાત હાઇકોર્ટમાં વિડીયો કોન્ફ્રન્સિંગથી હીયરિંગ સુવિધા મળી રહી છે તે જસ્ટિસ ભંડારીની જ દેણ છે. આ સુવિધા તેમણે મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે મહારાષ્ટ્રમાં સૌથી પહેલા ૨૦૦૪ માં શરૂ કરાવી હતી.
જસ્ટિસ ભંડારીને જાન્યુઆરી ૨૦૧૨ માં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં તેના સત્તાવાર ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. જાેર્ડનથી પીસાઈડિંગ કોર્ટના જજ જસ્ટિસ એવન શૌકત અલ-ખસ્વાનેહના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું. ૨૭ એપ્રિલ ૨૦૧૨ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેમને સારા મત મળ્યા હતા. ૨૦ નવેમ્બર ૨૦૧૭ ના રોજ યુકેના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રીનવુડે તેમનું નામાંકન પાછું ખેંચ્યા બાદ તેઓ બીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા.
આઇસીજે એટલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. એ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) ની પ્રાથમિક ન્યાયિક શાખા છે. તેનું કાર્યાલય શાંતિ મહેલ, ધ હેગ, નેધરલેન્ડ્સમાં આવેલું છે. આ કોર્ટ દેશો વચ્ચેના કાનૂની વિવાદો સ્થિર કરવાની, યોગ્ય અધિકૃત આંતરરાષ્ટ્રીય શાખાઓ, એજન્સીઓ અને યુએન જનરલ એસેમ્બલી દ્વારા રજૂ થયેલા કાનૂની પ્રશ્નો પર સલાહ અને અભિપ્રાયો પૂરા પાડે છે.HS