આઇસીસીસીએ મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/ICC-1024x576.jpg)
નવીદિલ્હી, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ મહિલા ક્રિકેટને લઈને મહત્વના ર્નિણયો લીધા છે.આઇસીસીએ મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરી દીધી છે. આ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝન ૧ જૂનથી શરૂ થનારી શ્રીલંકા-પાકિસ્તાન શ્રેણી સાથે શરૂ થવાની છે.
આ બે નવી ટીમો બાંગ્લાદેશ અને આયર્લેન્ડ છે, જે આઇસીસી રેન્કિંગમાં નવમા અને દસમા ક્રમે છે. આ ચેમ્પિયનશિપ દ્વારા, ટીમો આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ માટે ક્વોલિફાય થાય છે.
૨૦૨૨-૨૫ની આ સીઝન દરમિયાન ૧૦ ટીમો ત્રણ મેચની આઠ સીરીઝ રમશે. જેમાં ચાર સ્થાનિક અને ચાર વિદેશી શ્રેણીનો સમાવેશ થાય છે. વર્લ્ડ કપની યજમાની કરી રહેલા દેશો અને ટોચની પાંચ ટીમોને ક્રિકેટ વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે.
બાકીની ટીમોને ક્વોલિફાયર મેચો દ્વારા આમાં સામેલ કરવામાં આવશે.આઇસીસીએ સંશોધિત ક્રિકેટ વર્લ્ડ કપ લાયકાતના આધારે પાંચ એસોસિયેટેડ મહિલા ટીમો, નેધરલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ, થાઇલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સને વનડે ક્રિકેટનો દરજ્જાે આપ્યો છે. હવે આ ટીમોનું વનડેમાં પ્રદર્શન તેમની રેન્કિંગ નક્કી કરશે.
આ અંગે માહિતી આપતા આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્યોફ એલાર્ડિસે કહ્યું, ‘આ ર્નિણયો આઇસીસી બોર્ડ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ગ્લોબલ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી અનુસાર લેવામાં આવ્યા છે.આઇસીસી મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા વધારવાથી અને ૫ વધારાની ટીમોનેવનડેનો દરજ્જાે આપવાથી અમને મહિલા ક્રિકેટના વિકાસમાં મદદ મળશે.HS1