‘આઇ વોન્ટ ટૂ ટોક’ની ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ
અભિષેક બચ્ચનની ફિલ્મ શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઇ વોન્ટ ટૂ ટોક’ ગત શુક્રવારના ૨૨ નવેમ્બરના રોજ રીલિઝ થઇ ગઇ છે
મુંબઈ,શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઇ વોન્ટ ટૂ ટોક’ ગત શુક્રવારના ૨૨ નવેમ્બરના રોજ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મની ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ થઈ છે. પરંતુ, અમિતાભ બચ્ચને પુત્રની આ ફિલ્મનાં ભરપૂર વખાણ કરી નાખ્યાં છે.આ ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારે પહેલા દિવસે તેની કમાણી માંડ ૫૦ લાખ થઈ હતી. થિયેટરોમાં ફિલ્મની ઓક્યુપેન્સી માત્ર પાંચ ટકા નોંધાઈ છે એટલે કે થિયેટરમાં માંડ પાંચ ટકા ખુરશીઓ ભરેલી હોય છે.ફિલ્મનો એક ટકા ભાગ પણ અર્થહીન નથી. ન તો ફિલ્મમાં કોઈ વધારાનો સીન છે. ગીતો છે પણ તો એ ફિલ્મની વાર્તાને તેની જરૂરિયાત મુજબ પુશ આપવા માટે તે બેકગ્રાઉન્ડમાં આવે છે.
છતાં લોકો તેને પસંદ કરી રહ્યા નથી. ફિલ્મમાં દર્શાવાયું છે કે દરરોજ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે, પણ શું આપણે ખરેખર તેના પરિવારની પીડા સમજી શકીએ છીએ? આપણને તો માત્ર મોતના આંકડા જ જાણવા મળે છે સમાચારોમાં. પણ આ ફિલ્મ આ ડરામણા અને અસંવેદનશીલ ‘આંકડાઓ’ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરે છે. ડૉક્ટર માટે કેન્સરનો દર્દી કે અત્યંત બીમાર વ્યક્તિ એ માત્ર સબ્જેક્ટ હોય છે, પણ એ સબ્જેક્ટના મનમાં શું ચાલી રહ્યું છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
મૃત્યુના ભયથી ભરપૂર હોવા છતાં, આખી ફિલ્મ જીવવાની આશા આપે છે. આ ફિલ્મમાં એક સર્વાઇવરની વાર્તા દર્શાવવામાં આવી છે જેના પેટનો ૯૦ ટકાથી વધુ ભાગ ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવ્યો છે. ગળાની પાઇપ સંકોચાઈ ગઈ છે. તેનો આખો ચહેરો ખરાબ થઈ ગયો છે, પરંતુ જીવવાની તેની ઈચ્છા મૃત્યુના ડર કરતાં વધી જાય છે. ફિલ્મમાં આત્મહત્યા જેવી સંવેદનશીલ બાબતને ખૂબ જ સંવેદનશીલ રીતે દર્શાવવામાં આવી છે. આવા સંવેદનશીલ મુદ્દાને ઉઠાવતી વખતે, દર્દ, બોજ અને અવિસ્મરણીય દર્દ બધું જ એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજી શકે.ss1