આઈઆઈટીના છાત્રને બે કરોડનું સેલેરી પેકેજ ઓફર

નવી દિલ્હી, દેશની ખ્યાતનામ આઈઆઈટી સંસ્થાઓમાં પ્લેસમેન્ટ સિઝન શરુ થઈ ચુકી છે અને લગભગ ૬ વર્ષ બાદ કેટલાક વિદ્યાર્થીઓને બે કરોડ રુપિયાનુ સેલેરી પેકેજ ઓફર થયુ છે.
મળતી વિગતો પ્રમાણે આઈઆઈટી બોમ્બે, મદ્રાસ, રુડકી, ગૌહાટી, કાનપુર અને વારાણસીના કેટલાક વિદ્યાર્થીઓને અમેરિકાની ઉબેર ટેકનોલોજી કંપનીએ ૨.૭૪ લાખ ડોલર એટલે કે ૨ કરોડ રુપિયા કરતા વધારે રકમનુ પેકેજ ઓફર કર્યુ છે.
આ પેકેજમાં ૯૬ લાખ રુપિયાનો બેઝિક પગાર, ટારગેટ કેશ બોનસ, ન્યૂ હાયર ગ્રાન્ટ અને સાઈન ઓન બોનસનો સમાવેશ થાય છે.જાેકે ૬ વર્ષ પછી વિદ્યાર્થીઓને આટલુ જંગી પેકેજ ઓફર કરાયુ છે.
ગયા વર્ષે અમેરિકાની કોહેસિટી કંપનીએ ૨ લાખ ડોલરનુ પેકેજ એટલે કે ૧.૪૮ કરોડ રુપિયાનુ પેકેજ ઓફર કર્યુ હતુ.
ઉબેર ટેકનોલોજીનુ હેડક્વાર્ટર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં છે.કંપનીએ વિદ્યાર્થીઓને ઓફર કરાયેલા પેકેજ પર કોઈ ટિપ્પણી કરી નથી.ટેકનોલોજી સેક્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે દુનિયાભરની કંપનીઓમાં સ્પર્ધા હોય છે.
આ વખતે ઘરેલુ અને્ વિદેશી કંપનીઓ દ્વારા ૧ કરોડ રુપિયાથી વધારે પેકેજ ઓફર કરાયુ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.
આઈઆઈટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ લેવા માટે આવતી કંપનીઓમાં ઉબેર, જેપી મોર્ગન, ફ્લિપકાર્ટ, એમેઝોન, માઈક્રોસોફ્ટ, એપલ, ગૂગલ, ક્વાલકોમ, ગોલ્ડમેન શાક્સ, આઈટીસી, ઓરેકલ જેવી જાણીતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.SSS