આઈઝોલમાં મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા
આઈઝોલ, મિઝોરમનાં આઈઝોલમાં શનિવારે મોડી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનાં આંચકા લગભગ ૧૨ઃ૪૯ કલાકે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૭ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ ધરતીની અંદર પ્લેટોનું અથડામણ છે. ધરતીની અંદર સાત પ્લેટ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીનાં ખૂણાઓ વળી જાય છે.
સપાટીનાં ખૂણાઓનાં વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.HS