આઈટી દ્વારા જમીન કૌભાંડને લઈને રોબર્ટ વાડ્રાની પૂછપરછ
નવી દિલ્હી, બેનામી સંપત્તિના કેસમાં કાૅંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાથી આવકવેરા વિભાગના અધિકારી પૂછપરછ કરી રહ્યા છે. આ મામલે આવકવેરા વિભાગે રૉબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ આવકવેરા વિભાગની ઑફિસે નહોતા પહોંચ્યા.
ત્યારબાદ અધિકારી સીધા રૉબર્ટ વાડ્રાની ઑફિસ પહોંચી ગયા અને તેમનું નિવેદન લેવા લાગ્યા છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાઉથ ઈસ્ટ દિલ્હી સ્થિત સુખદેવ વિહારવાળી ઑફિસ પર રૉબર્ટ વાડ્રાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે.