આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવીને 31 ડિસેમ્બર કરાઈ
નવી દિલ્હી, વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરાવની તારીખ સરકારે લંબાવીને 31 ડિસેમ્બર કરી નાંખી છે.નાણા મંત્રાલય દ્વારા આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
મંત્રાલયે કહ્યુ હતુ કે, જે કરદાતાઓના એકાઉન્ટનુ ઓડિટ કરવાનુ છે તેમના માટે ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા વધારીને 31 જાન્યુઆરી કરવામાં આવી છે.સરકારે કરદાતાઓને રાહત આપવા માટે આ પહેલા 2019-20ના રિટર્ન ફાઈલ કરવા માટેની સમય મર્યાદા 31 જુલાઈથી વધારીને 30 નવેમ્બર કરી દીધી હતી.જોકે હવે નવી જાહેરાત પ્રમાણે વ્યક્તિગત રિટર્ન ભરતા કરદાતાઓ માટે આ સમય મર્યાદા લંબાવીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.
આ વખતે કોરોનાના કારણે લાગુ થયેલા બે મહિનાના લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી.દેશ પણ બે મહિના સુધી કરફ્યુમાં રહ્યો હતો ત્યારે ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા બે વખત લંબાવીને કરદાતાઓને સરકારે થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.