આઈડિયા-વોડાફોન બંધ થાય તો ૨૮ કરોડ ગ્રાહકને અસર
નવી દિલ્હી: ભારતનુ ટેલિકોમ સે્કટર આજકાલ ચર્ચાનો વિષય બન્યુ છે અને ખાસ કરીને વોડાફોન-આઈડિયા કંપનીના ભવિષ્યને લઈને અટકળો થઈ રહ્યો છે.
વધતા જતા નુકસાન અને નવુ રોકાણ નહીં આવી રહ્યુ હોવાથી કંપનીની મુશ્કેલીઓ વધી રહી છે. એટલે સુધી કે કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ તો પોતાના પદથી રાજીનામુ આપી દીધુ છે. જાે કંપની બંધ થઈ તો તેની અસર દેશના ૨૮ કરોડ ગ્રાહકો તેમજ દેશની મોટી ૮ બેન્કો પર જાેવા મળશે.
વોડાફોન આઈડિયા કંપની પર હાલમાં ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનુ દેવુ છે. જે કંપનીએ અલગ અલગ સ્વરૂપે લોન તરીકે લીધેલી રકમ છે. જેમાં બેન્કો પણ સામેલ છે.જાે કંપની બંધ થઈ તો બેન્કોના હજારો કરોડો રૂપિયા સવલાઈ જશે. કઈ બેન્કે વોડાફોન આઈડિયાને કેટલી લોન આપેલી છે તેના આંકડા આ પ્રમાણે છેઃ આઈડીએફસી ૩૨૪૦ કરોડ, યસ બેન્ક ૪૦૦૦ કરોડ, પીએનબી ૩૦૦૦ કરોડ, એસબીઆઈ ૧૧૦૦૦ કરોડ, આઈસીઆઈસીઆઈ ૧૭૦૦ કરોડ, એક્સિસ બેન્ક ૧૩૦૦ કરોડ, એચડીએફસી બેન્ક ૧૦૦૦ કરોડ, ઈન્ડસઈન્ડ બેન્ક ૩૫૦૦ કરોડ. જાેકે કંપની બંધ થઈ તો ૨૮ કરોડ મોબાઈલ ગ્રાહકો પર તેની અસર દેખાશે. આ ગ્રાહકોના ફોન નંબર પણ કંપની બંધ થઈ તો બંધ થઈ જશે. જાેકે તેનો ફાયદો જીયો, એરટેલ જેવી કંપનીઓને મળશે.
વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ સરકારને કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચવાની ઓફર કરી હતી. જાેકે સરકારે તેનો જવાબ નહીં આપતા તેમણે રાજીનામુ આપ્યુ હતુ અને તેના કારણે કંપની બંધ થશે તેવી અટકળો શરૂ થઈ છે.
જાેકે કંપનીના સીઈઓએ પોતાના કર્મચારીઓને આશ્વસાન આપ્યુ છે કે, પેનિક થવાની જરૂર નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે
જાેકે નવુ ફંડ મેળવવાના કંપનીના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તાજેતરમાં આઈડિયા અને વોડાફોનનુ મર્જર પર થયુ હતુ. જાેકે કંપની સતત ખોટમાં છે અને તેના પર ૧.૮૦ લાખ કરોડનુ દેવું છે.