Western Times News

Gujarati News

આઈફોન માટે દેશમાં જાણીતા મોડાસા મોબાઈલ બજારમાં એસઓજી ત્રાટકી

માસ્ટર મોબાઇલ દુકાનમાથી બીલ વગરના ૬ આઈફોન ઝડપ્યા
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાનું મોબાઈલમાર્કેટ દેશ-વિદેશના બીલ વગરના કે ચોરીના મોબાઈલ માટે સમગ્ર દેશમાં જાણીતું છે.લંડનથી માંડી લાહોર સુધીના મોબાઈલો આ માર્કેટમાંથી મળી રહે છે.ચોરીના મોબાઈલના એપી સેન્ટર સમા આ મોબાઈલ માર્કેટમાં વર્ષ દરમ્યાન જુદાજુદા રાજયોની પોલીસ ટીમો તપાસના નામે ઉતરી આવે છે.

કુલડીમાં ગોળ ભાગી રવાાના થઈ જતી હોય છે.જિલ્લાની એસઓજી અને એલસીબી પોલીસની ટીમો દ્વારા પણ આ માર્કેટમાં રેડ કરાતી હોય છે અને જરૂરી કેસ કાર્યવાહી હાથ ધરાતી હોય છે.પરંતુ એક યા બીજા કારણોસર આ બદી દૂર થતી નથી ત્યારે વધુ એકવાર અરવલ્લી એસઓજીની ટીમ મોબાઈલ માર્કેટમાં ત્રાટકતા મોબાઈલ બજારમાં ભારે અફડાતફડી મચી હતી એસઓજી ટીમે લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલી માસ્ટર મોબાઈલ નામની દુકાનમાંથી ૬ આઈફોન રૂ.૬૭ હજાર જપ્ત કરી વેપારીની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ અને પોલીસકર્મી રાજેશભાઈ,અતુલભાઈ,પ્રવીણ ભાઈ સહિતની ટીમે મોડાસા બસ સ્ટેન્ડ સામે આવેલ મોબાઈલ બજારમાં ત્રાટકી મોબાઈલની દુકાનોમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા ચોરી અને બીલ વગરના મોબાઈલ વેચાણ કરતા વેપારીઓમાં અફડાતફડી મચી હતી કેટલાક વેપારીઓએ દુકાનમાં શટર પાડી દીધા હતા

એસઓજી ટીમે લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલી માસ્ટર મોબાઈલ નામની દુકાનમાંથી બીલ વગરના અલગ અલગ મોડલના ૬ આઈફોન મળી આવ્યા હતા એસઓજી પોલીસે ૬૭ હજારના આઈફોન કબ્જે લઈ મોહમ્મ્દસલીમ ગુલામમોહમ્મદ ખાલક (રહે,કોટ વિસ્તાર,મોડાસા) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી  એસઓજીની ટીમની મોબાઈલ બજારમાં રેડથી મોબાઈલ બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો ચોરીના અને બીલ વગરના મોબાઈલ વેચાણ કરતા લેભાગુ વેપારીઓએ થોડો સમય બે નંબરી ધંધો બંધ કરી દેવાની ફરજ પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.