આઈબી રિપોર્ટ બાદ ચીફ જસ્ટિસ બોબડેની સુરક્ષામાં વધારો કરાયો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારે તેમને ઝેડ પ્લસ સિક્યુરીટી આપવાનું નક્કી કર્યું છે. ગૃહમંત્રાલય દ્વારા આઈબીના રિપોર્ટના આધારે ચીફ જસ્ટીસની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં એસ એ બોબડેને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. હવે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા અપાઈ છે. જેમાં સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવે છે. બહુ ગણતરીના લોકોને આ કેટેગરીની સિક્યુરીટી આપવામાં આવે છે.
જસ્ટિસ બોબડે ભારતના ૪૭માં ચીફ જસ્ટિસ છે. તેમણે ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સાંભળ્યો હતો. આ પહેલાં તેઓ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચુક્યા છે. ૨૦૧૩માં તેમણે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવવાનું શરૂ કર્યું હતું. તેઓ ૨૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ નિવૃત્ત થવાના છે. એ પહેલાં જાેકે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય સરકારે લીધો છે.