Western Times News

Gujarati News

‘આઈ કેન’–ટાટા પાવરની આબોહવામાં પરિવર્તન સામે લડવાની પહેલ

આબોહવામાં પરિવર્તન વાસ્તવિક છે. વિશ્વનું તાપમાનમાં વધારો વિનાશક પરિણામો તરફ, માનવજાત સહિત પૃથ્વીનાં વનસ્પતિ અને જીવસૃષ્ટિનાં અસ્તિત્વ માટે જોખમરૂપ પરિણામો તરફ દોરી જાય છે. માનવજાત પ્રેરિત આબોહવામાં પરિવર્તન પ્રાણીઓનાં આશ્રય ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવે છે, જેથી મનુષ્ય અને વન્યજીવ વચ્ચે ઘર્ષણ તરફ દોરી જાય છે અને આગામી વર્ષોમાં આ ઘર્ષણ વધારે જોવા મળશે.

આબોહવામાં ફેરફારની સૌથી ખરાબ અસરમાં ધ્રુવો પર બરફનું મોટાં પાયે પીગળવું છે, જેનાં પરિણામે દરિયાની સપાટીનું સ્તર વધ્યું છે, પૂર આવે છે અને દરિયાઈ વાતાવરણને જોખમ છે, જેનાં દ્વારા નાનાં ટાપુ રાષ્ટ્રો સંપૂર્ણપણે દરિયામાં સમાઈ જવાનું જોખમ છે. ખાસ કરીને આપણાં જેવા વિકાસશીલ દેશોમાં આ હવામાનની વધારે ભયાનક ઘટનાઓ, દુષ્કાળ, દાવાનળ, પશુ અને વનસ્પતિઓની પ્રજાતિઓનાં મૃત્યુ, નદીઓ અને જળાશયોમાંથી પૂર, આબોહવામાં પરિવર્તનને કારણે શરણાર્થીઓ ઊભા થવા તથા ખાદ્ય સાંકળ અને આર્થિક સંસાધનોનો વિનાશ તરફ દોરી રહી છે.

ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે આબોહવામાં ફેરફારની સ્થિતિ વિશે રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપવા અગ્રેસર છે. આઇ કેન મારફતે ટાટા પાવર સ્વિચ ઓફ ટૂ સ્વિચ ઓન અભિયાનનાં બીજા તબક્કામાં છે, જે કંપનીની વિવિધ શાખાને અને સહયોગાત્મક અભિગમને પ્રદર્શિત કરવા માટે નોંધપાત્ર પ્રયાસ કરે છે.

કંપનીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યાનું સંબોધન કરવામાં મદદ કરવા વર્ષોથી સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કર્યું છે, જેથી જવાબદાર હિમાયતને પ્રોત્સાહન મળે. જ્યારે અમે આબોહવામાં પરિવર્તન પર અમારાં લેટેસ્ટ વીડિયો દ્વારા પર્યાવરણનું જતન અને સંસાધનોનું સંરક્ષણ વિશે જણાવીએ છીએ, ત્યારે અમારો ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ સમુદાયનું નિર્માણ કરવા વિસ્તૃતપણે પ્રદાન કરવા સમાજને પ્રોત્સાહન આપવાનો છે.

ટાટા પાવરનાં કોર્પોરેટ કમ્યુનિકેશન્સ એન્ડ સસ્ટેઇનિબિલિટીનાં ચીફ શ્રીમતી શાલિની સિંઘે કહ્યું હતું કે, સંપૂર્ણપણે જોઈએ તો આબોહવામાં પરિવર્તનનાં ચોખ્ખા નુકસાનનો ખર્ચ મહત્ત્વપૂર્ણ બને એવી શક્યતા છે અને સમયની સાથે વધશે. અમારું માનવું છે કે, સસ્ટેઇનિબિલિટી એક રચનાત્મક વિચાર છે, જેને ઉદ્યોગસાહસિકતાની વ્યૂહરચનામાં સ્વીકારવામાં આવી છે અને વણી લેવામાં આવી છે. જવાબદાર ઓર્ગેનાઇઝેશન તરીકે અમારાં અભિયાન સ્વિચ ઓફ ટૂ સ્વિચ ઓનદ્વારા અમે વ્યક્તિઓ વચ્ચે પર્યાવરણને અનુકૂળ જીવનને પ્રોત્સાહન આપવાનો અને આબોહવામાં ફેરફાર સામે લડવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.