આકરુન્દ સ્વામિનારાયણ મંદિર ના હોલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો
ધનસુરા તાલુકાના આકરુન્દ ગામે સ્વામિનારાયણ મંદિર ના હોલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. પરમ પૂજનીય વંદનીય ગુરૂકૃપા શ્રી રામભરોસે દાતા તેમજ સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ ના સહયોગ થી આ મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.
જેમાં નેત્રમણી સાથે મોતિયાનું ઓપરેશન કરવા માટે મફત આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ૧૪૯ લોકો એ ભાગ લીધો હતો જેમાં થી ૩૨ લોકોને મફત ઓપરેશન કરવામાં આવશે કાર્યક્રમ માં પટેલ વિનોદભાઇ, શાહ વિનોદભાઇ, રાકેશભાઇ પટેલ સદસ્ય આકરુન્દ ગ્રામ પંચાયત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલીપ પુરોહિત. બાયડ