આકર્ષણનું કેન્દ્ર બની શાહરૂખના બંગલો મન્નતની નવી નેમપ્લેટ

મુંબઈ, બોલિવુડનો કિંગ ખાન શાહરુખ ખાન જેણે આશરે ત્રણ વર્ષ બાદ, કામ શરૂ કર્યું છે તે તેના અપકમિંગ પ્રોજેક્ટને લઈને હેડલાઈન્સમાં છવાયેલો રહે છે. જાે કે, હાલમાં તે તેની ફિલ્મોના કારણે નહીં પરંતુ તેના બંગલો ‘મન્નત’ બહાર લગાવવામાં આવેલી નેમપ્લેટને લઈને ચર્ચામાં છે. ‘મન્નત’ બહાર લગાવવામાં આવેલી નવી નેમપ્લેટની કેટલીક સ્ટનિંગ તસવીરો ફેન્સે ક્લિક કરી છે.
શાહરુખની પત્ની ગૌરી ખાન, જે ઈન્ટિરિયર સુપરવિઝન તેના એક્સપર્ટ સુપરવિઝન હેઠળ નેમપ્લેટ બનાવવામાં આવી છે. નેમપ્લેટની કિંમત ૨૦થી ૨૫ લાખ રૂપિયા છે, કારણ ગૌરી ખાન તે ક્લાસી અને ખાન પરિવારના સ્ટાન્ડર્ડને મેચ થાય હોય તેમ ઈચ્છતી હતી. નેમપ્લેટ શ્રીમતી ખાનની ક્લાસિક ચોઈસનું પ્રતિબિંબ છે, તેમ બોલિવુડ લાઈફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહરૂખ ખાન છેલ્લે ૨૦૧૯માં આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. જેમાં તેની ઓપોઝિટમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ હતા. હવે તે સિદ્ધાર્થ આનંદની ‘પઠાણ’માં કામ કરી રહ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ લીડ એક્ટ્રેસ છે.
ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૩માં રિલીઝ થવાની છે. આ સિવાય તે એટલીની કોમર્શિયલ એન્ટટેનરનો ભાગ છે, જેમાં નયનતારા અને સાન્ય મલ્હોત્રા લીડમાં છે. શાહરુખ ખાનને રાજકુમાર હિરાણી સાથે કામ કરવાી તક મળી છે. ઈમિગ્રેશન ડ્રામા આધારિત ફિલ્મનું નામ ‘ડંકી’ છે.
જેમાં તાપસી પન્નુ લીડ એક્ટ્રેસ છે. થોડા દિવસ પહેલા જ એક્ટરે સોશિયલ મીડિયા પર રાજકુમાર હિરાની સાથેનો વીડિયો શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મની કહાણી ગુજરાતી લેખર અભિજાત જાેશીએ લખ્યું છે. તેમણે લખેલી ફિલ્મોમાં કરીબ, લગે રહો મુન્નાભાઈ, એકલવ્ય, ૩ ઈડિયટ્સ, પીકે, વઝીર, સંજુ અને શિકારાનો સમાવેશ થાય છે.
શાહરુખ ખાન ગયા વર્ષે ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે કથિત ડ્રગ્સ કેસમાં દીકરા આર્યન ખાનની ધરપકડ થઈ છે. આશરે ૨૮ દિવસ સુધી આર્યન ખાન જેલમાં રહ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાને શૂટિંગ ન કરવાનો ર્નિણય લીધો હતો. આર્યન ખાનના જેલમાંથી બહાર આવ્યા બાદ અને સ્થિતિ થાળે પડ્યા બાદ તેણે ‘પઠાણ’નું શૂટિંગ શરૂ કર્યું હતું.SSS