આકાશમાં ગૂંજી કિલકારી, ઈંડિગો ફ્લાઈટમા બાળકીનો જન્મ થયો
જયપુર: ઈંડિગોની ફ્લાઈટમાં જ્યારે એક મહિલા મુસાફર અચાનક લેબરથી પેઈનથી બૂમાબૂમ કરવા લાગી ત્યારે ફ્લાઈટમાં હોબાળો થઈ ગયો હતો. ઘટના બેંગલુરુથી જયપુર માટે ઉડાન ભરતી ફ્લાઈટ ૬ઈ-૪૬૯ની છે. ત્યારબાદ ફ્લાઈટના ક્રૂ મેમ્બર મદદ માટે ફટાફટ દોડ્યા અને ડિલીવરી કરાવી હતી વળી, આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલ એક ડૉક્ટરે પણ તેમની મદદ કરી. વળી, જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ મહિલા અને બાળક માટે ડૉક્ટર અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
ઇડિગોમાં ડિલીવરી બાદ ફ્લાઈટમાં ખુશીની લહેર દોડી ગઈ. એરલાઈન તરફથી જાહેર કરેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે બાળક અને મા બંને સ્થિર છે. ડૉ. સુભાના નઝીર કે જેઓ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા તેમણે ડિલીવરીમાં મદદ કરી હતી તેમનુ એરપોર્ટ હૉલમાં સ્વાગત કરવામાં આવ્યુ અને જયપુરના કર્મચારીઓએ એરલાઈન તરફથી તેમને થેંક્યુ કાર્ડ પણ આપ્યુ. જયપુર આવવા પર નવજાત અને માનુ પણ એરપોર્ટ પર જાેરદાર સ્વાગત કરવામાં આવ્યુ. સાથે જ એરલાઈન્સના કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી. આ ફ્લાઈટ બુધવારે બેંગલુરુથી સવાર ૫.૪૫ વાગે રવાના થઈ અને સવારે ૮ વાગે જયપુરમાં ઉતરી.
આ દરમિયાન બાળકની માએ એરલાઈન્સના કર્મચારીઓનો આભાર માન્યો. તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં બાળકના જન્મની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઓક્ટોબર ૨૦૨૦માં ઈંડિંગોની જ ફ્લાઈટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૧૭માં પણ જેટ એરવેઝની ફ્લાઈટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.