આકાશમાં દેખાયેલ અગનગોળો ચાઈનીઝ રોકેટનો કાટમાળ હતો
બેંગલુરુ, શનિવારે રાત્રે ગુજરાતના અનેક વિસ્તારમાં દેખાયેલ અગનગોળો કોઈ ઉલ્કાપીંડ નહીં પણ અવકાશી કાટમાળ હતો અને તે લગભગ ચાઈનીઝ રોકેટના બોડીનો કાટમાળ હતો જે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના તળ સિંદેવાહી ખાતે જઈને પડ્યો હતો.
ઈસરોના અધિકારીઓએ યુનાઇટેડ સ્ટેટ સ્પેસ કમાન્ડ દ્વારા આપવામાં આવેલા એલર્ટને ટાંકીને કહ્યું કે ચાર જેટલા અવકાશી કાટમાળ શનિવારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાના હતા જે અંગે ચેતવણી આપવામાં આવી હતી.
જે મુજબ CZ-3B R/B લોંગ માર્ચ લોન્ચ વહેકીલથી ચાઈનીઝ રોકેટની બોડી, સ્ટારલિંક ૧૮૩૧ અને બે નાના અન્ય ઓબજેક્ટસ જે કોસમોસ અને ઇરિડિયમ સેટેલાઈટના એકબીજા સાથે ભટકાવવાથી બન્યા છે તે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર કરશે.
સ્ટારલિંક ૧૮૩૧ માટે એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે તે શનિવારે બપોરે ૧.૪૧ વાગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. જેનું ઇમ્પેક્ટ લોકેશન સાઉથ એટલાંટિક મહાસાગર હોવાનું જણાવાયું હતું. તો કોસમોસ ૧૪૦૮ અને ઇરિડયમ ૩૩ બંને ખૂબ જ નાના ઓબ્જેક્ટ્સ હતા અને તેના અંતિમ ગ્રાઉન્ટો ટ્રેક રેકોર્ડ ભારતના અવકાશમાં નથી મળી રહ્યો. હવે બાકી રહ્યું તે ચાઈનીઝ રોકેટ હોઈ શકે છે.
USSpacecomના રિપોર્ટ મુજબ CZ-3B R/Bનો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવાનો સમય બપોરે ૪.૩૭ વાગ્યાની આસપાસનો હતો અને તેનું લોકેશન ભારત નહીં પણ મ્યાનમાર હોવાનું એલર્ટમાં કહેવામાં આવ્યું હતું. જાેકે આ ઘટના પછી USSpacecom તેનો રિએન્ટ્રી ટાઈમ સુદારીને મોડી સાંજના ૭.૪૨ કર્યો હતો. તેમજ ઇમ્પેક્ટ લોકેશન અરેબિયન સી એટલે કે અરબ સાગર કહ્યું હતું.
જેથી ભારતમાં દેખાયેલો અગનગોળો મોટાભાગે આ ચાઈનીઝ રોકેટ હોવાનું માનવામાં આવે છે. આ રોકેટને ગત વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઈસરોના ઉચ્ચ અધિકારીએ આ અંગે વાત કરતા કહ્યું કે સામાન્ય રીતે લેટિટ્યુ઼ અને લોંગિટ્યુડના એનાલિસિસમાં સામાન્ય તફાવત પણ સેંકડો કિલોમિટરનું અંતર બદલી નાખે છે તેથી તેવું બની શકે કે મ્યાનમાર નહીં પણ ભારત પર જ આ રોકેટ અવકાશમાં પ્રવેશ્યું હોય. જેના કારણે અવકાશમાં દેખાયેલ અગનગોળો આ ચાઈનીઝ રોકેટનો જ હોઈ શકે તે શક્યતા પૂરેપૂરી છે.SSS