આકાશ ઈન્સ્ટિટ્યુટે ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા‘સ્પાર્ક’ની જાહેરાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/Aakash-1024x441.jpg)
આ પરીક્ષા સમગ્ર દેશમાં માર્ચ 15, 2020ના રોજ યોજાશે
- ડૉક્ટર્સ અને આઈઆઈટીયન્સ બનવાના તેમના પ્રયાસોમાં પ્રથમ પગલું ભરવામાં મદદરૂપ થવા માટે હજારો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 90 ટકા સુધીની શિષ્યવૃત્તિ અપાશે.
- ધોરણ-7, ધોરણ-8 અને ધોરણ-9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ કાર્યક્રમનો લાભ મળી શકશે.
- અરજી કરવાની અંતિમ તારીખ માર્ચ 13, 2020 છે, વધુ માહિતી માટે
- https://sparrk.aakash.ac.in/enroll પર લોગ ઓન કરો.
અહમદાબાદ,ફેબ્રુઆરી 20, 2020:આશાસ્પદ ડૉક્ટર્સ અને આઈઆઈટીયન્સ માટે પરીક્ષાની તૈયારીઓની સેવામાં રાષ્ટ્રીય સ્તરની આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ)એ આકાશ સ્પાર્ક નામથી નવી શિષ્યવૃત્તિ પરીક્ષાની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં 200થી વધુ કેન્દ્રો ધરાવવા સાથે આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડનો શય ધોરણ-8 અને ધોરણ-9ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમનાં સપનાંઓને સાર્થક કરવાના પ્રયાસમાં પ્રથમ પગલું લેવાની તક પૂરી પાડે છે.
આકાશ સ્પાર્ક આ વર્ષે સૌપ્રથમ વખત ઓફર કરવામાં આવી છે અને તે વિદ્યાર્થીઓને ધોરણ-7થી ધોરણ-8, ધોરણ-8થી ધોરણ-9 અને ધોરણ-9થી ધોરણ-10 સુધીના વિદ્યાર્થધીઓ માટે આગળ વધવાની તકપૂરી પાડે છે. આ પરીક્ષા સમગ્ર દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15મી માર્ચ 2020ના રોજ યોજાશે.
આકાશ સ્પાર્ક વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપવાની અને ટ્યુશન ફીના 90 ટકા સુધીની શિષ્યવૃત્તિ મેળવવાની તક આપે છે. સ્પાર્ક મારફત આકાશનો આશય નાણાકીય તંગીનો સામનો કરતાં વિદ્યાર્થીઓને એઈએસએલની કોચિંગ સુવિધાનો ઉપયોગ કરવા અને સક્ષમ બનાવવાનો છે.
નવી શિષ્યવૃત્તિની જાહેરાત કરતાં આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ)ના ડિરેક્ટર અને સીઈઓ શ્રી આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સફળ થવા માટે તમારા લક્ષ્યની દિશામાં પગલું લેવું ઘણું જ મહત્વનું છે. આ વર્ષથી અમે આકાશ સ્પાર્ક રજૂ કરવામાં આનંદ અનુભવીએ છીએ. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે શિષ્યવૃત્તિ જીતવાની તક પૂરી પાડશે. અમને વિશ્વાસ છે કે સ્પાર્ક વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જગાવશે અને તેમને તેમના સપનાંઓને સાર્થક કરવાના માર્ગ પર આગળ વધવા સક્ષમ બનાવશે.’
આ પરીક્ષા આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તિસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, જમ્મુ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના બધા મોટા શહેરોમાં યોજાશે.
આકાશ ઇન્સ્ટિટ્યુટનો હેતુ વિદ્યાર્થીઓને તેની સ્ટાન્ડર્ડ અભ્યાસક્રમ અને કોચિંગ પદ્ધતિઓ, એકીકૃત શિક્ષણ પદ્ધતિ, ગુણવત્તાપૂર્ણ શિક્ષકો, વ્યાપક અભ્યાસ સામગ્રી, વૈવિધ્યસભર અભ્યાસક્રમની તકો અને ડિલિવરી ચેનલો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિસ્તબદ્ધ અને કેન્દ્રિત શૈક્ષણિક વાતાવરણની મદદથી શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરવાની તેમની શોધમાં વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે. તેના રાષ્ટ્રીય શૈક્ષણિક વિભાગના નેતૃત્વમાં અભ્યાસક્રમ અને કન્ટેન્ટ ડેવલપમેન્ટ, શિક્ષકોની તાલિમ અને દેખરેખ માટે કેન્દ્રીય આંતરિક પ્રક્રિયાઓ ધરાવે છે. વર્ષોથી આકાશના વિદ્યાર્થીઓએ એનટીએસઈ, કેવીપીવાય અને ઓલિમ્પિયાડ જેવી વિવિધ મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં પસંદગીનો પુરવાર થયેલો ટ્રેક રકોર્ડ દર્શાવ્યો છે.