Western Times News

Gujarati News

આકાશ-શ્લોકાના પુત્રનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું

મુંબઈ, દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પત્ની શ્લોકા મહેતાએ પોતાના પુત્રનું નામ રાખી દીધું છે. અંબાણી પરિવારે પોતાના પરિવારના આ નવા સભ્યના નામની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આકાશ અને શ્લોકાએ પોતાના પુત્રનું નામ પૃથ્વી રાખ્યું છે. આકાશ અંબાણી ગત ૧૦મી ડિસેમ્બરે પિતા બન્યા હતાં. આકાશના ઘરે અવતરતા અંબાણી પરિવારે પોતાના એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ભગવાન કૃષ્ણની કૃપા અને આશિર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના મુંબઈ સ્થિત ઘરમાં પુત્રએ જન્મ લીધો છે.

આકાશ અંબાણીના પુત્રનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. તેના પાછળ એક કારણ છે. મુકેશ એંબાણી જ્યારે પિતા બન્યા હતાં અને તેમને આ સમાચાર જ્યારે મળ્યા ત્યારે તેઓ વિમાનમાં સવાર હતાં. તેમને પોતાના પુત્રના જન્મની જાણ થઈ ત્યારે તો વિમાન એટલે કે આકાશમાં હતાં. માટે જ તેમણે પોતાના પુત્રનું નામ આકાશ અંબાણી રાખ્યું હતું. હવે લોકો કંઈક આવુ જ કનેક્શન ફરી એકવાર જાેડી રહ્યાં છે. દાદા મુકેશ અંબાણીને પોતાના પૌત્રના જન્મની જાણ થઈ ત્યારે તેઓ જમીન પર જ હતાં. માટે આકાશ-શ્લોકા અંબાણીના પુત્રનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે.

જાેકે આવી કોઈ જ વાત કે તેની પાછળના કારણણી અંબાણી પરિવાર તરફથી કોઈ જ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.અંબાણી પરિવારે સુંદર મજાનું કાર્ડ જાહેર કરીને પૃથ્વી આકાશ અંબાણીના નામની જાહેરાત કરી હતી. કાર્ડમાં લખવામાં આવ્યું છે કે – ભાગવાન કૃષ્ણની કૃપા અને ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશિર્વાદથી આકાશ-શ્લોકા અંબાણીના દિકરાનો જન્મ થયો છે. આકાશ અને શ્લોકાના દિકરાનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. પૃથ્વીના જન્મ નિમિત્તે દાદા મુકેશ અંબાણી અને દાદી નીતા અંબાણીની સાથો સાથ નાના રસેલ મહેતા અને નાની મોના મહેતાને શુભેચ્છાઓ. આકાશ-શ્લોકાના લગ્ન માર્ચ ૨૦૧૯માં થયા હતાં. આ લગ્નમાં બોલિવૂડ-હોલિવૂડના સ્ટાર્સ સહિત રાજનેતાઓ, બિઝનેસ જગતના ટોચના લોકો શામેલ થયા હતાં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.