આખરે બ્રિટને ભારતને રેડ લિસ્ટમાંથી બહાર કર્યું
નવી દિલ્હી: ભારતમાં હાલમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. ત્યારે ભારતીય નાગરિકો હવે જલ્દી બ્રિટનની યાત્રા કરી શકશે. આંતરરાષ્ટ્રીય યાત્રા માટે બ્રિટને યુએઈ, ભારત અને અન્ય દેશોને રેડ લિસ્ટમાંથી બહાર કરીને એમ્બર લિસ્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે. જેનો અર્થ છે કે કોવિડ-૧૯ની રસીના બંને ડોઝ લીધા હશે તે વિદેશી પર્યટકોએ હવે ૧૦ દિવસ ક્વોરન્ટાઈન નહીં રહેવું પડે. પરિવહન વિભાગે આ નવા નિયમની જાહેરાત કરતા જણાવ્યું કે, સ્થાનિક સમય અનુસાર આ નિયમ સવારે ૪ વાગ્યાથી લાગુ કરવામાં આવશે. યૂકેના પરિવહન સચિવે એક ટિ્વટમાં જણાવ્યું કે, યુએઈ, કતર, ભારત અને બહરીનને રેડ લિસ્ટમાંથી એમ્બર લિસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પરિવર્તન ૮ ઓગસ્ટે સવારે ૪ વાગ્યાથી લાગુ થશે.
જાેકે, એમ્બર લિસ્ટમાં આવનાર દેશોએ આંતરરાષ્ટ્રીય યાત્રાના બે દિવસ પહેલા ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. યૂકે પહોંચીને ૧૦ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે તથા બીજા અને આઠમા દિવસે કોવિડ સેલ્ફ ટેસ્ટ કરવાના રહેશે. ભારત અને યુએઈ સહિત એમ્બર લિસ્ટના દેશોએ લંડનની યાત્રાના ત્રણ દિવસ પહેલા ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. રિપોર્ટ નેગેટીવ હશે તો જ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી શકાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ પહોંચીને બે કોરોના ટેસ્ટ કરાવવાના રહેશે. જેના માટે પહેલેથી જ બુકિંગ કરાવવાનું રહેશે, તેમજ ટ્રાવેલ લોકેટર ફોર્મ ભરવાનું રહેશે. યૂકે સરકારે જાહેરાત કરી છે
ફ્રાન્સથી ઈંગ્લેન્ડ પરત ફરતા જે યાત્રીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હશે, તેમણે ક્વોરન્ટાઈન નહીં રહેવું પડે. આ પહેલા યૂકેએ એપ્રિલમાં ભારતને યાત્રા માટે રેડ લિસ્ટમાં ઉમેર્યું હતું. દુનિયાના અનેક દેશોની તુલનાએ બ્રિટનમાં મોટાભાગની વસ્તીએ કોવિડની રસીના બંને ડોઝ મેળવી લીધા છે. કોરાનાના નવા વેરિએન્ટનું સંક્રમણ ન ફેલાય તે માટે બ્રિટન સરકારે અનેક દેશોની યાત્રા પર રોક લગાવી છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી જણાવે છે, કે તેમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે. સોમવારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને જણાવ્યું કે, તે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને યૂઝર ફ્રેન્ડલી સિસ્ટમથી આગળ વધવા ઈચ્છે છે. જેથી કોરોનાના નવા વેરિએન્ટ સામે રક્ષણ સાથે વિદેશ યાત્રાઓને મંજૂરી આપવામાં આવે.