આખરે મહાદેવગ્રામ બાકરોલના ડીપનું સમારકામ હાથ ધરાયું, લોકોએ હાશકારો અનુભવ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતેથી પસાર થતી મેશ્વો નદી પરના તૂટી ગયેલા ડિપનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષથી મહાદેવ ગ્રામ બાકરોલથી ગોખરવા જવાના માર્ગ પર મેશ્વો નદી પરનો ડીપ ખસ્તા હાલતમાં હતો, પરંતુ સમારકામ હાથ ધરવામાં નહોતું આવતું. આ અંગે વિવિધ સમાચાર પત્રકોમાં માં લોકોના પ્રશ્નોને વાચા આપતાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા તાબડતોબ ડીપ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પણ અહીં સવાલ એ થાય છે કે, ડીપની નીચેથી કાંકરો કોણે કાઢ્યો, જેથી ડીપનું ગાબડું પડી ગયું.
આ માટે ખાણ ખનીજ વિભાગની પૂરતું ધ્યાન ન આપતું હોય તેવું લાગી રહ્યું છે. ખનીજ માફિયાઓને કારણે જિલ્લાની ગ્રાન્ટ વિકાસને બદલે આવા કામોમાં વેડફાઈ જાય છે, માટે આ અંગે યોગ્ય તપાસ કરવી જોઇએ અને ખાણ ખનીજ વિભાગ હવે ઘોર ઊંઘમાંથી જાગે તે પણ હિતાવહ છે. હાલ તો તંત્રએ પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરતા આસપાસના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.