Western Times News

Gujarati News

આખરે યુક્રેનથી વતન પાછો આવ્યો વડોદરાનો વિદ્યાર્થી

વડોદરા, યુદ્ધગ્રસ્ત યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલો મેડિકલનો ૨૪ વર્ષીય વિદ્યાર્થી રિતીક રાજ ૨૪મી ફેબ્રુઆરીથી રાહ જાેઈ રહ્યો હતો કે ક્યારે તે સમય આવશે જ્યારે તે આ યુદ્ધમાંથી બહાર નીકળી શકશે અને પોતાના ઘરે સુરક્ષિત પાછો પહોંચી શકશે.

ઉલ્લેખનીય છે કે રશિયાની બોર્ડરથી માત્ર ૫૦ માઈલ દૂર આવેલા યુક્રેનના શહેર સુમીમાં જીવ બચાવીને રહેવું રિતિક માટે ઘણું મુશ્કેલ હતું અને આ ઘણો જ કપરો અનુભવ હતો. તે જ્યાં છુપાયો હતો તે બંકરથી થોડાક જ અંતરે હુમલા થઈ રહ્યા હતા. શુક્રવારના રોજ જ્યારે તે વડોદરાના તરસાલી વિસ્તાર સ્થિત પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો.

પાછલા થોડાક દિવસનો કડવો અનુભવ રિતિકને આજીવન યાદ રહેશે. મર્યાદિત ખાણીપીણીની વસ્તુઓ સાથે સમય પસાર કરવો, રસ્તા પર પડેલા મૃતદેહો, સતત થતા હુમલા, સતત વાગતી સાઈરન્સ વગેરે. રિતિક તે દિવસો યાદ કરતાં જણાવે છે કે, જે દિવસે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી તે જ દિવસથી અમે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનાવેલા બંકર્સમાં રહેતા હતા અને અમને સહેજ પણ અંદાજાે નહોતો કે અમને ક્યારે ઘરે પાછા જવા મળશે.

રશિયન આર્મી સુમીમાં પ્રવેશી ચૂકી હતી. તે જ રાત્રે તેમણે યુક્રેનનો ધ્વજ હટાવીને રશિયાનો ધ્વજ ફરકાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ઓપરેશન ગંગા અંતર્ગત સુમીમાંથી વિદ્યાર્થીઓની જે અંતિમ બેચ ભારત આવી તેમાં રિતિક પણ હતો. રિતિક જણાવે છે કે, સાંજના પાંચ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી અમે લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ પણ નહોતા કરી શકતા.

થોડી પણ લાઈટ થાય તો અમારા બંકર પર હુમલો થઈ શકતો હતો. બે કિમીના અંતરમાં કોઈ પણ હુમલો થાય તો આખી ઈમારત ધ્રુજી જતી હતી. અમે જ્યારે અહીં આવવા નીકળી રહ્યા હતા ત્યારે જ રશિયન આર્મીએ બોમ્બ ફેંક્યો હતો. અમે બંકરમાં પાછા જતા રહ્યા અને એમ્બેસીને ફોન કરવા લાગ્યા.

અમારે બીજા ૪૮ કલાક રાહ જાેવી પડી હતી. રિતિક જ્યારે ભારત, પાકિસ્તાન, નાઈજીરિયા, બાંગ્લાદેશ અને દુબઈના અન્ય વિદ્યાર્થીઓ સાથે પોલ્ટાવા જવા નીકળ્યો ત્યારે તેણે જાેયું કે રસ્તા જર્જરિત થઈ ગયા હતા. રશિયાન ટેન્ક્‌સ સુમીમાં પ્રવેશી રહી હતી. રિતિક જણાવે છે કે, અમે સુમી છોડ્યું પછી લગભગ ૧૦-૧૫ બ્લાસ્ટ થયા હતા જેમાં ૭૦થી ૮૦ લોકોએ જીવ ગુમાવ્યા.

સુમીથી પોલ્ટાવા જવા માટે અમે ૬૦ કલાક મુસાફરી કરી. પોલ્ટાવાથી ન્દૃૈદૃ અમે ટ્રેનમાં ગયા અને અન્ય ટ્રેનમાં પોલેન્ડ પહોંચ્યા હતા. પોલેન્ડથી અમારી દિલ્હીની ફ્લાઈટ હતી. રિતિક જણાવે છે કે, અમે ભારત સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે અમને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર નીકાળ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.