આખરે વનરાજ સાથે અનુપમાના ડિવોર્સ થયા
અનુપમા-વનરાજના ડિવોર્સનો દિવસ આવી ગયો છે મેકર્સે સીરિયલના એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે
મુંબઈ: સીરિયલ ‘અનુપમા’માં છેલ્લા ઘણા સમયથી અનુપમા અને વનરાજના ડિવોર્સની વાત ચાલી રહી છે અને આખરે તે દિવસ આવી ગયો છે. જ્યારે અનુપમા, અનુપમા વનરાજ શાહમાંથી માત્ર અનુપમા બનશે અને માત્ર પોતાની જ શરતો પર જીવન જીવશે. સીરિયલના મેકર્સે અનુપમા અને વનરાજના ડિવોર્સનો એક પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અનુપમા વનરાજ શાહનું નામ ટૂંકુ થઈને માત્ર અનુપમા થઈ ગયું છે. ડિવોર્સ પેપર પર સાઈન કરતાં જ્યાં એક તરફ વનરાજના હાથ કાંપી રહ્યા છે,
જ્યારે બીજી તરફ અનુપમાના ચહેરા પર દ્રઢતા જાેવા મળી રહી છે અને વગર કોઈ કચવાટ તે પેપર પર સહી કરી દે છે. લિગલ પેપર પર ‘ડિવોર્સર્ડ’નો સ્ટેમ્પ લાગ્યા બાદ, અનુપમા પોતાનું ‘મંગળસૂત્ર’ વનરાજને પરત કરે છે. આ એ મંગળસૂત્ર છે જે અનુપમાને વનરાજે લગ્ન વખતે પહેરાવ્યું હતું. ડિવોર્સનો એપિસોડ આજે (૧૧ મે) ઓન-એર થવાનો છે. દર્શકો એક સ્વતંત્ર સ્ત્રી તરીકે અનુપમાના જીવનનો નવો તબક્કો જાેવા માટે આતુર છે. અનુપમા અને વનરાજના ૨૫ વર્ષના લગ્નજીવનનો અંત આવવાનો છે.
સીરિયલમાં ‘અનુપમા’નું પાત્ર ભજવી રહેલી રુપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રોમો શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘હું તે માર્ગને નહીં અનુસરું જ્યાંથી રસ્તો નીકળે છે પરંતુ હું ત્યાં ચાલીશ જ્યાં કોઈ રસ્તો છે જ નહીં અને ત્યાં નિશાન છોડીને જઈશ અનુપમાની એક નવી જર્ની. ડિવોર્સ- એક પ્રકરણનો અંત અને કદાચ એક નવા પ્રકરણની શરુઆત એક જર્ની ત્યારથી શરુ થાય છે જ્યારે તમને લાગે છે કે તે પૂરી થઈ ગઈ છે’.
અનુપમા’ના અપકમિંગ એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યા બાદ તેના દર્શકો બે ભાગમાં વહેંચાયેલા જાેવા મળી રહ્યા છે. કેટલાક ડિવોર્સને ખોટું પગલું ગણાવી રહ્યા છે તો કેટલાક અનુપમાએ પોતાનો માટે સ્ટેન્ડ લીધું તે જાેઈને ખુશ થઈ રહ્યા છે. જ્યારથી ‘અનુપમા’ના મેકર્સે વનરાજ અને કાવ્યા વચ્ચેના આડાસંબંધોનો ખુલાસો કર્યો છે ત્યારથી શો ટીઆરપી ચાર્ટમાં નંબર ૧ પર અડીખમ છે. શોના હાલના ટ્રેકની વાત કરીએ તો, અનુપમાને ઓવરીમાં ટ્યૂમર છે તે વાત જાણ્યા બાદ વનરાજને તેના પ્રત્યે આકર્ષણ, કાળજી અને પ્રેમની લાગણી જન્મી છે. તે કાવ્યાને કહે છે કે, તે તેની સાથે લગ્ન નહીં કરે અને અનુપમાને ડિવોર્સ પણ નહીં આપે.