Western Times News

Gujarati News

આખરે વલસાડનો યુવક અફઘાનિસ્તાનથી પરત ફર્યો

વલસાડ, અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ વણસી છે. રોજ અસંખ્ય લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. આથી કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. ત્યારે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોનેને બચાવવા ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ ભારતીયોના એરલિફ્ટ ઓપરેશન દેવી શક્તિ રાત દિવસ પૂર જાેશમાં ચાલી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં મોત ને નજરે જાેઈ અને જેમ તેમ કરી અનેક મુશ્કેલીઓ બાદ વતન પહોંચતા ભારતીયો પોતાને જાણે નવી જીંદગી મળી હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.ત્યારે વલસાડ જિલ્લાના માલવણ ગામના પણ ઈશ્વરભાઈ પટેલ પણ અફઘાનિસ્તાનથી બચી અને વતન ઘરે પહોંચી ગયા છે.

ઘરે પહોંચ્યા બાદ આજે પણ તેઓ અફઘાનિસ્તાનમાં જાેયેલા દ્રશ્યો જાેઈ ફફડી રહ્યા છે. જાેકે અમેરિકન આર્મી અને ભારત સરકારના પ્રયાસ થી હેમખેમ ઘરે પરત ફરેલા ઈશ્વરભાઈ આજે પરિવારને મલી અને નવી જિંદગીનો અહેસાસ કરી રહ્યા છે. અને પરિવારમાં પણ ખુશી છવાઈ ગઈ છે. તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ ત્યાં ફસાયેલા ભારતીયો અને ગુજરાતીઓને લઇ અહી તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ.

જાેકે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા વલસાડના માલવણ ગામના રહીશ એવા ઇશ્વરભાઇ છીબુભાઇ પટેલ પોતાના ગામ પરત ફર્યા છે. તેઓ અફઘાનિસ્તાનનમાં ૪ મહિના અગાઉ મિલિટ્રીના કેમ્પમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી માટે ગયા હતા. આ દરમિયાન અમેરિકાએ પોતાનું લશ્કર ત્યાંથી હટાવી દેવાની જાહેરાત કરતા ગઇ ૧૫મી ઓગષ્ટે તાલિબાને કાબુલ પર કબજાે કરી લીધો હતો.

ઈશ્વરભાઇ ભારત આવવા માટે બેબાકળા બન્યા હતા. ત્યાંની પરિસ્થિતિ ખુબ વણસી હતી. ત્યારે રોજ તેઓ ભારત આવવાની રાહ જાેતા હતા, પરંતુ ત્યાંથી એર લિફ્ટ માટે તેમનો નંબર લાગતો ન હતો. આખરે તેમનો નંબર ૧૯મી ઓગષ્ટના રોજ લાગ્યો. અને તેઓ અફઘાનિસ્તાનથી કતર અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. દિલ્હીથી તેઓ ફ્લાઇટમાં સુરત અને પછી વલસાડના માલવણ ગામે પોતાના ઘરે પહોંચ્યા હતા.

મોતના મુખમાંથી પોતાનું સ્વજન હેમખેમ ઘરે આવી જતા ઇશ્વરભાઇના પરીવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અત્યાર સુધી તેમના પરિવારજનો રાત દિવસ સતત ચિંતામાં રહેતા હતા.જાે કે ઈશ્વર ભાઈ ઘરે આવી જતા તમામના દિલને ઠંડક થઈ છે. જાેકે અફઘાનિસ્તાન પર તાલીબાનના કબજા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે આજે પણ ઇશ્વરભાઇ વાત કરતા થથરી ઉઠે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.