આખા અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવી લીધાનો તાલિબાનનો દાવો

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાની ઔપચારિક જાહેરાત પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્રોહી સમૂહે હવે આખા અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવી લીધું છે. અત્યાર સુધી અજેય રહેલા પંજશીર પર પણ તાલિબાને કબજાે કરી લીધો છે. જાેકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ શકી.
પંજશીરમાં અહમદ મસૂદની અગેવાનીમાં તાલિબાન વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જાનહાની થઈ હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
બીજી તરફ તાલિબાન સામે લડી રહેલા અહમદ મસૂદે પંજશીર પર તાલિબાનના કબજાની વાતને ખોટી ગણાવી છે. સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે પંજશીર પર પણ તાલિબાનનો કબજાે થઈ ગયો છે. રિપોર્ટમાં તાલિબાનના ત્રણ સૂત્રોના હવાલેથી આ જાણકારી આપવામાં આવી છે. એક તાલિબાની કમાન્ડરે કહ્યુ કે, અલ્લાહની મહેરબાનીથી અમે આખા અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવી લીધું છે. પરેશાની ઊભી કરતા લોકોને હરાવી દીધા છે અને પંજશીર અમારી કમાનમાં છે.”
આ દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખ અમરુલ્લાહ સાહેલને લઈને પણ સમાચાર આવ્યા છે કે તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. રિપોર્ટ પ્રમાણે સાલેહ તરફથી આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે. તેમણે ટોલો ન્યૂઝને જણાવ્યું કે તેઓએ દેશ છોડીને ભાગ્યા નથી. બીબીસી વર્લ્ડના પત્રકાર તરફથી ટિ્વટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સાલેહે જ મોકક્યો છે.
આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, એ વાતમાં કોઈ શંકા નથી કે અમે મુશ્કેલીમાં છીએ. અમારા પર તાલિબાને આક્રમણ કર્યું છે. અમે તેમનો સામનો કરી રહ્યા છીએ. તેમણે ટ્વીટ કર્યું કે, લડત ચાલુ છે અને ચાલુ રહેશે. હું અહીં મારી જમીન સાથે, જમીન માટે અને તેની ગરીમાની રક્ષા માટે છું. પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખના દીકરા અબ્દુલ્લાહ સાલેહે પણ પંજશીરમાં હારના સમાચારનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું, આ જુઠ્ઠાણું છે. ઉલ્લેખનીય છે કે પંજશીરમાં હજારોની સંખ્યામાં ફાઇટર્સ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે.
તાલિબાને ૧૫ ઓગસ્ટના રોજ કાબુલ પર નિયંત્રણ મેળવી લીધું હતું. જ્યારે ૩૧ ઓગસ્ટના રોજ અમેરિકાના તમામ સૈનિકો સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં સત્તાની ઔપચારિક જાહેરાત બાકી છે. અમુક રિપોર્ટ્સમાં તાલિબાનના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે તાલિબાનના ઉપ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર નવી અફઘાન સરકારનં નેતૃત્વ કરશે.
રૉયટર્સના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનની નવી સરકારની પ્રાથમિકતા અર્થવ્યવસ્થામાં સુધારો કરવાની રહેશે. તાલિબાન સામે લડી રહેલા અહમદ મસૂદે પંજશીર પર તાલિબાનના કબજાની વાતને ખોટી ગણાવી છે. અહમદ મસૂદ તરફથી કહેવામાં આવ્યું છે કે, તાલિબાન જ્યારે પંજશીર પર કબજાે કરી લેશે એ દિવસ તેની જિંદગીનો અંતિમ દિવસ હશે.SSS