આખા ભારતમાં બ્લેક આઉટ કરવાની તૈયારી કરવામાં આવી હતી
નવીદિલ્હી: અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સની એક સ્ટડીના હવાલાથી દાવા કર્યા છે. ચીની હૈકર્સની ફોઝના ઓક્ટોમ્બરમાં માત્ર પાંચ દિવસોની અંદર ભારતના પાવર ગ્રિડ, આઈટી કંપનીઓ અને બેકિંગ સેક્ટર્સ પર ૪૦૫૦૦ બાર સાઈબર અટેક કર્યા હતા. આ સ્ટડીમાં કહેવાાં આવ્યું છે કે જૂનમાં ગલવાન ઘાટીમાં અથડામણથી ૪ મહિના બાદ ૧૨ ઓક્ટોબરે મુંબઈમાં થયેલા બ્લેક આઉટમાં ચીનનો હાથ હતો.
હકિકત આ ભારતના પાવર ગ્રિડની વિરુદ્ધ એક વ્યાપક ચીની સાયબર અભિયાનના ભાગના રુપમાં ચલાવવામાં આવી રહેલા કેમ્પેઈનનું પરિણામ હતુ. ચીન એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ કે જાે સીમા પર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તો ભારતના અલગ અલગ પાવર ગ્રિડ પર મેલવેયર અટેક કરી તેને બંધ કરી દેશે. આ સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે તે દિવસોમાં મૈલવેયર ભારતમાં વીજળી સપ્લાઈને નિયંત્રિત કરનારી પ્રણાલીમાં ઘૂસી ચૂક્યા હતા. જેનાથી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન સબસ્ટેશન અને થર્મલ પાવર પ્લાન્ટ પણ સામેલ હતા.
અમેરિકાની સાયબર સિક્યોરિટી કંપની રિકોર્ડેડ ફ્યૂચરની રિપોર્ટમાં ભારતના વીજળી સપ્લાય લાઈનમાં ચીનની ઘૂસપેઠનો દાવો કરવામાં આવ્યો છે. આ કંપની સરકારી એજન્સીઓની સાથે ઈન્ટરનેટનો ઉપયોગનો અભ્યાસ કરે છે. કંપનીને જણાવવામાં આવ્યું તે મોટાભાગે ચીની મૈલવેયર ક્યારેય એક્ટિવેટ કરવામાં નથી આવ્યા. જાે કે રિકોર્ડ ફ્યૂચર ભારતના પાવર સિસ્ટમની અંદર નહોતો પહોંચી શક્યો હતો. એટલા માટે તપાસ નહોંતી કરવામાં આવી શકી.
રિકોર્ડેડ ફ્યૂચરની ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટૂઅર્ટ સોલોમને કહ્યું કે ચીનની સરકારી હેકર્સની રેડ ઈકો નામની ફોર્મે ગુપચૂપ રીતે ભારતના એક ડર્ઝનથી વધારે પાવર જનરેશન અને ટ્રાન્સમિશન લાઈનમાં ઘૂસણખોરી કરવા માટે એડવાન્સ સાયબર હેકિંગની ટેક્નોલોજીનો વ્યવસ્થિત રુપથી ઉપયોગ કર્યો હતો. તે સમયે મુંબઈમાં પાવર ગ્રિડ ફેલ થઈ જવાથી વીજળી સપ્લાય બંધ થઈ ગયો હતો. જાે કે આ સાબિત નહોંતુ થઈ શકતું કે આની પાછળ સાયબર અટેક હતો કે કોઈ બીજું કારણ.
૧૨ ઓક્ટોબર ૨૦૨૦ની સવારે મુંબઈમાં અચાનક વીજળી સપ્લાય બંધ થવાથી હડકંપ મચી ગયો હતો. ક્યારેય ન રોકાતી મુંબઈ અચાનક થંભી ગઈ હતી. વીજળી જવાથી કોરોનાની ફટકાર ઝીલી રહેલી મુંબઈની હોસ્પિટલોમાં વેન્ટિલેટર બંધ થઈ ગયા હતા. ઓફિસોમાં વીજળી જતી રહેવાથી અંધારું થઈ ગયું હતું. જાે કે ૨ કલાકની મહેનત બાદ ફરી પાવર સપ્લાયને ચાલૂ કરી દેવામાં આવ્યો હતો.