આખી રાતની મહેનત બાદ ચોરના હાથમાં રૂ.૬૦ આવ્યા

Files Photo
રાજકોટ: રાજકોટ શહેર પાસે આવેલી સ્કૂલે ચોરી કરવા ઘૂસેલા ચોરોને જીવનનો કપરો પાઠ ભણાવવા માટે તેના શિક્ષકોની રાહ જાેઈ નહીં. ચોરોની ટોળકીની વાત કરીએ તો, દરેક બંધ ક્લાસરૂમ ફંફોળવાની કસરતથી તેમણે એક વાત તો શીખી જ કે શિક્ષણ સમૃદ્ધ છે, પરંતુ અનૂભવ અમૂલ્ય છે! જાે કે, સ્કૂલે તેમને ખાલી હાથ જવા દીધા નહોતા. ચોરોને તેમની મહેનત માટે ૬૦ રૂપિયાની શિષ્યવૃતિ પણ આપી હતી.
ચોરોની ટોળકીએ ચોરી કરવા માટે ગોંડલની વિવેકાનંદ સ્કૂલને ટાર્ગેટ બનાવી હતી અને કંઈક ખજાનો મળશે તેવી આશા સાથે આખી રાત દરેક ક્લાસરૂમમાં આંટાફેરા માર્યા હતા, તેમ પોલીસે કહ્યું. તેમણે ઉમેર્યું કે, ચોરો સોમવારે રાત્રે ૧૧ કલાકે પ્રવેશ્યા હતા અને મંગળવાર સવાર સુધી ત્યાં જ રહ્યા હતા.
ચોર મોં ઢાંકીને આવ્યા હતા અને કંઈક મળશે તેવી આશા સાથે ક્લાસરૂમના તાળા તોડીને અંદર ઘૂસ્યા હતા’, તેમ ગોંડલ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું. કપરી મહેનત કરીને થાકી ગયેલા ચોર જ્યારે અકાઉન્ટન્ટની ઓફિસમાં પ્રવેશ્યા ત્યારે તેમને કેટલીક ચલણી નોટના રૂપમાં જીવનનો સૌથી મહત્વનો પાઠ શીખવા મળ્યો.
અકાઉન્ટન્ટના રૂમના ડ્રોઅરમાં ૬૦ રૂપિયા પડ્યા હતા. જાે તેના ભાગ પાડવામાં આવે તો દરેકના ભાગમાં ૧૦-૧૦ રૂપિયા આવે. પોલીસે કહ્યું કે, બે દિવસ પહેલા ચોરોની ટોળકીએ શહેરની પાંચ દુકાનો તોડી હતી. જાે કે, તેમને ત્યાં કંઈ ન મળતાં પ્રયાસ નિષ્ફળ ગયો હતો. દુકાનના માલિક વિજય મોવૈયાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હવે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું, આ તે જ લોકો હતા જેમણે શાળામાં પ્રવેશ કર્યો હતો.