આખું ગુજરાત લોકડાઉન, DGP શિવાનંદ ઝાની જાહેરાત
મુખ્યત્વે આ સેવાઓ ચાલુ રહેશે
- મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, સરકારી કચેરીઓ
- દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, ખાદ્યપદાર્થ વેચતી દુકાનો, ખાદ્ય સામગ્રી વેચતીદુકાનો, આવશ્યક સેવાના ઉત્પાદકો
- મેડિકલ સ્ટોર, દવાખાના, હૉસ્પિટલ, દવાની ઉત્પાદક કંપની, આર.એન્ડ. સંસ્થા
- પશુ-આહાર, ઘાસચારો, સારવાર, સંબંધિત સેવાઓ
- પેટ્રોલ પમ્પ, ઓપરેશન, મીડિયા, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક,સોશિયલ મીડિયા
- બેંક, ATM, સ્ટોક એક્સચેન્જ, પોસ્ટ, કૂરિયર સેવા
- ખાનગી સિક્યોરિટી સેવા તમામ આવશ્યક ચીજો, અતિ આવશ્યક સેવાના પરિવહન શરૂ રહેશે
- સતત પ્રક્રિયા વાળા ઉત્પાદન કરતા એકમો
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપાર ધંધા, ફેક્ટરી, વાણિજ્યિક સેવાઓ, જાહેર સંસ્થા બંધ રહેશે.
- આજે રાત્રે 12.00 વાગ્યા પછી સમગ્ર રાજ્યમાં લોકડાઉન, આ આદેશ આજે રાત્રે 12.00 વાગ્યાથી 31-3-2020 સુધી ચુસ્તરીતે અમલ કરાશે
- આ લોકડાઉન અંતર્ગત જીવન જરૂરિયાતની ચીજો સિવાય તમામ બાબતો પર પ્રતિબંધ
- રાજ્યની સરહદો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકો અને પરિવહનની આવનજાવન પર પ્રતિબંધ
- નાગરિકો ઘરે રહે, સ્વસ્થ રહે અને કારણ વગર બહાર ન નીકળો, પોલીસ બેરિંકેટીંગ કરી ચેક કરશે.
- જીવન જરૂરિયાતની ચીજોની ખરીદી કરવા માટે અને નોટિફિકેશન મુજબ જેને છૂટછાટ મળી છે તેને બહાર નીકળવાની પરવાનગી મળશે.
- આ નિર્ણય જનતાના હીતમાં છે. અમલ માટે પોલીસને સહયોગ આપવા માટે રાજ્યની પ્રજાને અપીલ
- જે લોકો કલમ 144 અને આ આદેશનો ભંગ કરશે તેમના પર કાર્યવાહી થશે