આખો પરિવાર જાનવરોની જેમ ચાર પગે ચાલે છે

અંકારા, તુર્કીમાં રહેતો એક પરિવાર જાનવરોની જેમ ચાર પગે ચાલવા માટે મજબૂર છે. શરૂઆતમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો તેનું કારણ સમજી શક્યા નહતા. વૈજ્ઞાનિકોએ તેને મ્ટ્ઠષ્ઠાુટ્ઠઙ્ઘિ ઈર્દૃઙ્મેંર્ૈહ એટલે કે પાછળ થતો વ્યક્તિગત વિકાસનું નામ આપ્યું હતું.
પરંતુ હવે આ મામલો સમજમાં આવી ગયો છે. આ પરિવાર તુર્કીના એક નાનકડા ગામમાં રહે છે અને તેને જાેઈને એવું લાગે છે કે જાણે હજારો વર્ષના માનવ સભ્યતાના વિકાસની તેના પર કોઈ અસર થઈ નથી. ધ સનના રિપોર્ટ મુજબ રેસિટ અને હેટિસ ઉલાસના પરિવારને લાંબા સમય સુધી દુનિયાની નજરથી દૂર રાખવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૦૫માં જ્યારે બ્રિટિશ વૈજ્ઞાનિકે એક તુર્કી પ્રોફેસરનું અપ્રકાશિત પેપર જાેયુ તો તેમના હોશ ઉડી ગયા. આ પેપરમાં વૈજ્ઞાનિકે ઉલાસ પરિવાર અંગે વાત કરી હતી જે હાથ અને પગનો સહારો લઈને ચાલે છે. બ્રિટિશ વૈજ્ઞાનિકનો દાવો છે કે આ પરિવારને યુનર ટેન સિન્ડ્રોમ છે. જેમાં લોકો પગની સાથે સાથે હાથનો પણ ઉપયોગ કરીને ચાલવા લાગે છે.
વેકવર્ડ ઈવોલ્યુશનથી શરૂ થયેલી થીયરી જ્યારે બીમારી સુધી પહોંચી તો વૈજ્ઞાનિકોની આ પરિવાર વિશે જાણવાની રૂચિ વધી. ત્યારે જાણવા મળ્યું કે હાથ પગનો ઉપયોગ કરીને ચાલનારા આ પરિવારને જેનેટિક સમસ્યા છે.
પરિવારના બે ભાઈ બહેનોને કોઝેનેટિલ બ્રેઈન ઈમપેયરમેન્ટ અને સેરિબેલર એન્ટાક્સિયાની મગજની બીમારી છે. જેમાં બે પગ પર સંતુલન બનાવવું ખુબ મુશ્કેલ બને છે. આથી તેઓ હાથનો પણ સહારો લઈને ચાલે છે.
અત્રે જણાવવાનું કે રેસિટ અને હેટિસ ઉલાસના ૧૯ બાળકોમાંથી ૫ એવા નીકળ્યા કે જે બેની જગ્યાએ ચાર એટલે કે હાથ અને પગનો ઉપયોગ કરીને ચાલે છે. હવે ૨૫થી ૪૧ વર્ષના થઈ ચૂકેલા ભાઈ બહેન દુનિયા સામે આવી ચૂક્યા છે. તેઓ આ રીતે અનેક કિલોમીટર સુધી ચાલે છે. જાે કે તેમણે તમામ પ્રકારની સમસ્યાઓ અને લોકોના ટોણાનો સામનો કરવો પડે છે.
સામાન્ય લોકો તેમને અજીબ નજરે જુએ છે. આ ઉપરાંત જાનવરોની જેમ ચાર પગે ચાલવાના કારણે તેમને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ છે.SSS