આગરામાં બિલ્ડિંગ ધરાશાયી થતા બેના મોત, ૧૨ ઈજાગ્રસ્ત

આગરા, આગરામાં બિલ્ડિંગ ધરાશાયીથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૧૨ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૨ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. સાથે ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ સમગ્ર મામલો તાજગંજ સ્ટેશનના ક્ષેત્રના ધાંધૂપુરનો છે.
જાણકારી અનુસાર બર્થડે પાર્ટી દરમિયાન મકાનની છત પડવાથી આ ઘટના સર્જાઈ હતી. મકાનમાં ડીજેની સાથે બર્થડે પાર્ટી ચાલી રહી હતી. તે દરમિયાન ડાન્સ કરતા સમયે છત પડી હતી. પોલીસ-તંત્રના અધિકારી ઘટનાનું નિરિક્ષણ કરવા માટે સ્થળ પર પહોંચ્યા છે.HS