આગલોડની સાબરનગરની પેપર મીલમાં આગ
વિજાપુર, વિજાપુર તાલુકાના આગલોડના સાબરનગરમાં આવેલી મેસર્સ સાબરમતી પેપર મીલ પ્રા.લી.માં પેપરોનું કાચામાલના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા ગોડાઉનમાં પડી રહેલો કિંમતી માલ બળીને ભસ્મીભૂત થવા પામ્યું હતું. જાેકે કોઈ જાનહાની થઈ હોય તે જાણવા મળ્યું નથી.
આ અંગેની મળતી માહિતી મુજબ આગલોડના સાબરનગરમાં આવેલી મેસર્સ સાબરમતી પેપર મીલમાં આગ લાગી હોવાની એપીએમસી વિજાપુર ફાયર વિભાગ તેમજ નગરપાલિકા ફાયર વિભાગને જાણકારી મળતા તાત્કાલીક ઘટના સ્થળ ઉપર પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી,
પરંતુ આગ બેકાબુ બનતા હિંમતનગર તેમજ મહેસાણાના ફાયર વિભાગને જાણ કરી બોલાવાયા હતા તેમજ પેપરોને પકડેલી આગને જેમ બને તેમ આગ ઉપર કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી.