આગામી અઠવાડિયે આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્ન કરશે
મુંબઈ, અત્યારે બોલિવૂડમાં એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ભારે ચર્ચા છે. ત્યારે એક્ટ્રેસ આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે કહ્યું કે આગામી અઠવાડિયે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરશે.
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે કહ્યું કે રણબીર-આલિયાના લગ્નનું ફંક્શન ૪ દિવસનું રહેશે અને RK હાઉસમાં આ લગ્ન પ્રસંગ યોજાશે.
બોલિવૂડના લવબર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા હાલ ચારેબાજુ થઈ રહી છે. ૧૩થી ૧૫ એપ્રિલ વચ્ચે કપલના લગ્ન યોજાવાના હોવાની ચર્ચા છે. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સના એક્સક્લુઝિવ રિપોર્ટ પ્રમાણે, રણબીર કપૂરે તેના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં સાતથી આઠ દિવસ માટે હોલ બૂક કરાવ્યો છે.
ફંક્શનનું આયોજન ત્યાં કરવામાં આવશે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, આગામી અઠવાડિયાની શરૂઆતથી જ હોલ બૂક કરાવવામાં આવ્યો છે. હોલમાં એક સમયે આશરે ૪૦થી ૫૦ લોકો જ બેસી શકે છે, તેમ છતાં રણબીર કપૂરે બિલ્ડિંગની કમિટીને એક સમયે ત્યાં ૧૫થી વધુ લોકો રહેશે નહીં તેવી ખાતરી આપી છે.
બિલ્ડિંગના હોલમાં એક્ટરની બેચલર પાર્ટી અને લગ્ન પહેલાના તેમજ પછીના કેટલાક ફંક્શન યોજવાામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘રણબીર કપૂરે અવાજ ઓછો રાખવા અને હોલ એકદમ ક્લીન રહે તેની ખાતરી કરવાનું કહેવામાં આવ્યું હતું’. રિપોર્ટ્સ પ્રમાણે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ૧૫ એપ્રિલે લગ્ન કરવાના છે.
વેડિંગ ફંક્શન ચેમ્બુર સ્થિત આરકે હાઉસમાં યોજાવાનું છે, જ્યાં નીતુ કપૂર અને ઋષિ કપૂરના લગ્ન થયા હતા. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, રણબીર અને આલિયાના લગ્ન પંજાબી રીતિ-રિવાજથી થશે. જે બાદ તેઓ ગુરુદ્વારામાં લંગર કરાવશે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, લગ્ન બાદ ઋષિ અને નીતુએ પણ આમ જ કર્યું હતું. લગ્ન બાદ તેમના નામ પર ગુરુદ્વારામાં લંગર કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, રણબીર અને આલિયા ગુરુદ્વારામાં હાજર નહીં રહે પરંતુ લંગર તેમના બદલે કરવામાં આવશે.
રિપોર્ટ મુજબ, ૧૪મી એપ્રિલથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થશે. ગેસ્ટ લિસ્ટમાં અંગત મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રિત કરાયા છે. જેમાં બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી, કરણ જાેહર, આદિત્ય રોય કપૂરનો સમાવેશ થાય છે. રણબીર અને આલિયા છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે.
ફિલ્મના સેટ પર તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેઓ ખૂબ જલ્દી અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળશે. જેમા તેમની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વના રોલમાં છે.SSS