આગામી ચારથી છ મહિનામાં બદ્દતર થઈ શકે છે કોવિડ-19ની સ્થિતિ: બિલ ગેટ્સ
નવી દિલ્હી, ‘માઈક્રોસોફ્ટ’નાં સહ-સંસ્થાપક બિલ ગેટ્સે આગાહી કરી છેકે, આગામા ચારથી છ મહિનામાં કોરોના વાયરસનો પ્રકોપ બહુજ વધારે વધી શકે છે. તેમનું ‘બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન’ કોવિડ-19ની રસી બનાવવા અને તેને વિતરણ કરવાનાં અભિયાનનો હિસ્સો છે.
અમેરિકામાં હાલમાં જ વાયરસના નવા કેસો, તેના કારણે થતા મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વમાં 2015માં આવા રોગચાળા વિશે ચેતવણી આપનારા ગેટ્સે રવિવારે કહ્યું હતું કે, “મને લાગે છે કે અમેરિકા તેની સાથે વધુ સારો વ્યવહાર કરી શકતુ હતુ” ગેટ્સનું ફાઉન્ડેશન રસી બનાવવા માટે કરવામાં આવતા ઘણા સંશોધનની આર્થિક મદદ કરે છે.
‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ ના સહ પ્રમુખે સીએનએનને કહ્યું, ‘તે ખૂબ જ દુખદ છે કે, આવતા ચારથી છ મહિનામાં વૈશ્વિક રોગચાળાનો પ્રકોપ બહુજ વધારે વધી શકે છે. આઇએચએમઇ (આરોગ્ય મેટ્રિક્સ અને મૂલ્યાંકન સંસ્થા) ના અંદાજ મુજબ, 200,000થી વધુ લોકોનાં મોત થઈ શકે છે. જો આપણે માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરીએ, તો મૃત્યુના આ કેસો ઘટાડી શકાય છે.
અમેરિકામાં અત્યાર સુધી કોવિડ-19થી 2,90,000 લોકો મૃત્યુ પામ્યા છે. તેમણે કહ્યું, ‘2015 માં જ્યારે મેં તેનો અંદાજ લગાવ્યો ત્યારે મેં મૃતકોની સંખ્યા તેનાંથી વધારે જણાવી હતી. તેથી, વાયરસ આ કરતાં વધુ જીવલેણ હોઈ શકે છે. આપણે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નહીં. પરંતુ અમેરિકા અને વિશ્વના અર્થતંત્ર પર પડેલી તેની અસરને કારણે મને મોટું આશ્ચર્ય થયુ છે. જે પાંચ વર્ષ પહેલા મેં ધાર્યું હતું તેના કરતા ઘણું વધારે છે.