Western Times News

Gujarati News

આગામી ચાર દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક

ગાંધીનગર: દેશમાં કોરોનાના કેસો હવે ઘટતા જાેવા મળી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં ચોમાસાનું પણ આગમન ધીમી ગતિએ થઈ રહ્યું છે. મુંબઈમાં ભારે વરસાદ પડ્યો જેમના પગલે એલર્ટ આપી દેવામાં આવ્યું છે . ત્યારે હવે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થતું જાેવા મળી રહ્યું છે.

આજે હવામાન ખાતાએ ભારે પવનની આગાહી કરી છે. હવામાન ખાતાના ડીરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે અનુસાર ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં આગામી ચાર દિવસ માટે તોફાની પવન ફૂંકાશે. અને તેની ગતિ પ્રતિ કલાકના ૪૦થી ૪૫ કિલોમીટરની રહેશે.

અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં પવનની ગતિ ૫૫થી ૬૦ કિલોમીટરની રહેશે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ, અમદાવાદ, આણદં અને ખેડા જિલ્લામાં પવનની ગતિ વધુ હશે.અને પ્રતિ કલાકના ૪૦થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત કેરાલા કર્ણાટક ગોવા મારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અને આંદામાનમાં પણ પવનની ગતિ પ્રમાણ વધુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.