આગામી છ મહિના FMCG માર્કેટ માટે કટોકટીનાઃ વેચાણ ઘટયું
સાબુ, શેમ્પુ ખાધતેલ, બીસ્કીટ,ટુથપેસ્ટ, હેરઓઈલનું વેચાણ ઘટયું- કંપનીએ નાના પેક કર્યા તો લોકો તેનાથી પણ નાના શોધે છેઃ ખરીદી ટાળે છે
નવીદિલ્હી, દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ તથા આવશ્યક કોમોડીટીમાં પણ ભાવવધારો શાળા કોલેજાેની મોઘી ફી અને વધતા જતા વિજ વી. બીલની સીધી અસર લોકોની ભોજન થાળી પર પડવાનું શરૂ થયું છે.
અને એફએજીપીના સીઈઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ફુગાવો એ બજારમાં લોકોની ખરીદ શકિત ખાઈને રહયો છે. લોકોની ખરીદી ઘટી છે. અથવા સસ્તા ઉત્પાદનો કે પછી નાના પેક ખરીદે છે અથવા તો પોતાની ખરીદી મોડી કર છે.
એક તરફ ખાધ સહીતની ઉત્પાદન કંપનીઓ ભાવ વધારાની અસર લોકોને ઓછામાં ઓછી પડે તે માટે પેકીગ નાના કર્યા છે. તો લોકો તેની ખરીદી પણ ટાળે છે. જાણીતી ઉત્પાદક કંપની મેરીકોના સીઈઓ એસ. ગુપ્તાના જણાવ્યા અનુસાર સફોલા ખાધ તેલની બ્રાન્ડ સૌથી લોકપ્રિય છે.
તેઓના જણાવ્યા મુજબ એપ્રિલ-જુન ર૦રરનું કવાર્ટર ખૂબ જ મુશ્કેલ રહેશે અને દરેક માટે પિડાદાયક હશે. વેચાણના આંકડા અને નફા પર સીધી અસર થશે અને કંપનીઓ નવા ઉત્પાદન લોન્ચીગમાં વિલંબ પણ કરી શકે છે. ફુગાવા ઉપરાંત સપ્લાય ચેઈન બંનેને અસર થઈ રહી છે. કંપનીઓ તેના ઉત્પાદન ખર્ચમાં વધારો ગ્રાહકો પર પાસઓન કરે તો પરીસ્થિતી વધુ ખરાબ થશે.
લોકો સસ્તા અનાજનો નાનો પેકેટ પર વળ્યા છે. આવા ખરીદી ટાળી રહયા છે. ટાટા કન્ઝયુમર્સના એમડી સુનીલ ડી.ડીસોવા પણ આ મત ધરાવે છે. ખાસ કરીને ફ્રુડતેલ અને તેના અનુસાંગીક ઉત્પાદનો, પેકીગ મટીરીયલ મસાલા, પામ, ઓઈલ, સ્કીમ મિલ્કમાં ર૩થી ૪ર% નો ભાવવધારો થયો છે.
જે ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ ૪ ગણો વધી ગયો છે. લોકો હવે ટુથપેસ્ટ, હેરઓઈલ જ નહી. રોજીંદગી વપરાશની ચીજાેએ ખરીદી ઘટાડી રહયા છે. અને શેમ્પુનું વેચાણ ભાવ ઘટી ગયુંછે.