Western Times News

Gujarati News

આગામી તહેવારોમાં યોજાતા મેળાઓને મંજૂરી ના પણ મળે

Files Photo

અમદાવાદ: કેન્દ્ર સરકારે હાલમાં જ કહ્યું હતું કે, ઓક્સિજનની અછતથી દેશમાં કોઈનું મૃત્યુ થયું નથી ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં ઓક્સિજનની અછતથી એકપણ મૃત્યુ ના થયું હોવાનો દાવો કર્યો હતો. કોરોના સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોરોના હજી ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે આગામી મહિનાઓમાં આવતા તહેવારોમાં યોજાતા મેળાને કદાચ મંજૂરી ન પણ મળે. વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે ખોટા આક્ષેપો થતો હોવાનું પણ સીએમ રૂપાણીએ કહ્યું છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં ઓક્સિજન ના પહોંચ્યો હોય અને દર્દીઓ મૃત્યુ પામ્યા હોય તેવો એકપણ બનાવ ના બન્યો હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું છે. વિપક્ષ લોકોને ભ્રમિત કરવા ખોટી વાતો ફેલાવે છે અને વ્યવસ્થા પૂરતી હતી, તેમ રૂપાણીએ ઉમેર્યું. આપણે ઈચ્છીએ કે, કોરોનાની ત્રીજી લહેર ના આવે અને ભીડ એકત્ર ના થાય તે બાબત સરકારની પ્રાથમિકતા છે. તેથી આગામી સમયમાં યોજાનારા મેળાને મંજૂરી નહીં મળે તેવા સંકેત રૂપાણીએ આપ્યા હતા. જન્માષ્ટમી સહિતના મેળાઓ ઓગસ્ટ મહિનાથી શરૂ થતાં

હોવાથી આ મુદ્દે આગામી સમયમાં ર્નિણય લેવાશે. દરમિયાન સીએમ રૂપાણીએ જૂનાગઢની મુલાકાત લઈને જૂનાગઢના જાણીતા સ્થળોને સમગ્ર સૌરાષ્ટ્રના ટૂરિઝમ વિકાસ અને સર્કિટને જાેડવા અને પર્યટકો માટે સુવિધા વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું. પ્રવાસન નિગમ દ્વારા હાલ ૪૫.૯૧ કરોડના ખર્ચે ઉપરકોટના કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસન વિકાસની કામગીરી બાદ જૂનાગઢમાં મકબરા અને ઉપરકોટની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ સીએમ રૂપાણીના હાથે સંપન્ન થયો હતો. પોરબંદરના સાંદિપની ગુરુકુળ આશ્રમના પ્રણેતા અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાને યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરની પદવી પણ સમારંભ દરમિયાન સીએમ રૂપાણીએ એનાયત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.