આગામી ત્રણ દિવસમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદની આગાહી
અમદાવાદ, ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર રાજ્યમાં જાેવા મળવાની છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નર્મદા, તાપી, વલસાડ, દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારોમાં અતિ સામાન્ય વરસાદ આવી શકે છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડશે નહીં. તો ગુજરાતમાં હવે શિયાળાની વિદાય થઈ ગઈ છે. હવે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે.
ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ધોમધખતો તાપ જાેવા મળશે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે.
રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.HS