આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની વકી
દક્ષિણ તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ, આ દરમિયાન ૩૦-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદ, બુધવારથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ દરમિયાન ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગાઉ વહેલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જાેકે કેરળ પહોંચ્યા બાદ ચોમાસું થંભી જતા વરસાદ માટે રાહ જાેવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદ અંગે આગાહી કરતા એક આગાહી કરનારે આ વર્ષે ચોમાસું રમઝટ બોલાવશે તેવી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની સ્થાનિક વેબસાઈટ મુજબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે.બુધવારથી શુક્રવાર સુધી એટલે કે ૮થી ૧૧ તારીખ દરમિયાન ઉપર જણાવેલા સ્થળો પર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અગાઉ હવામાન અંગે આગાહી કરતા એક આગાહીકારે જણાવ્યું હતું કે, પશ્ચિમી પવનો વહાતા ગુજરાતમાં ૧૪-૧૫ જૂને સારો વરસાદ થવાની શક્યતા છે. ૮ જૂને પણ રાજ્યમાં વરસાદ રહેશે. જૂલાઈમાં પણ સારો વરસાદ થશે. તેમણે આ વર્ષે ચોમાસું રમઝટ બોલાવશે તેવી પણ સંભાવના વ્યક્ત કરી હતી.જે પ્રમાણે આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હતી તેવા અણસાર હજુ સુધી દેખાયા નથી. કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા પછી તે આગળ વધતું અટક્યું છે અને જેના લીધે સીઝનની ઘટ વધીને ૩૮% થઈ ગઈ છે.
ખાનગી હવામાનની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીએ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ભાગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે મુંબઈ સહિત દક્ષિણ ભાગમાં આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય સ્થળો પર અઠવાડિયા છૂટો છાવાયો વરસાદ થઈ શકે છે.HS3KP