Western Times News

Gujarati News

આગામી ત્રણ મહિના અર્થતંત્રનો સિનારીયો નક્કી કરશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાએ આખી દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. રોજબરોજ કેસોની સંખ્યા વધી રહી છે. હજુ કોરોનાની રસી માર્કેેટમાં આવતા અને તેનું વિતરણ કરવામાં કેટલો સમય જશે તેનો કોઈ અંદાજ નથી. લોકડાઉનના બે મહિના ધંધા-રોજગાર-ઠપ્પ રહ્યા હતા તેની અસર માર્કેેટમાં વર્તાઈ રહી છે.

હજુ પણ વાતાવરણ જાઈએ એટલું ખુલ્યુ નથી. એક તરફ કોરોના અને બીજી તરફ ચીન સાથે એલએસી પર ઘર્ષણ અને ચીની બનાવટના ઉત્પાદનોનો બહિષ્કારની અસર વર્તાઈ રહી છે. ભારતીય કંપનીઓ માટે સમયગાળો સારો રહ્યો નથી. ર૦ર૦-ર૧ના પહેલાં ક્વાર્ટરના ત્રણ મહિના ખરાબ રહ્યા છે. એપ્રિલ-મે-જૂન ત્રણ મહિના દરમ્યાન લોકડાઉનનો સમયગાળો હતો પરિણામે ધંધા-પાણી ઠપ્પ થઈ ગયા હતા.

કંપનીઓનો પહેલો ક્વાર્ટર ખરાબ ગયો છે. આવક થઈ નથી. ખર્ચા એટલા જ રહ્યા છે. તોતિંગ પગાર ચુકવવા પાછળ મોટો ખર્ચો રહેતો હોય છે. આવક ઓછી થવાથી ઈન્કમ ટેક્ષ ઓછોભરાશે એવું તારણ માર્કેેટ સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવું છે. જુલાઈ-ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં લીસ્ટેડ મોટી કંપનીઓના રીઝલ્ટ જાહેર થયા પછી બજારનો એટલે કે અર્થતંત્રના સિનારીયોના ખ્યાલ આવશે. કંપનીના પરિણામો માર્કેટની દિશા અને દશા નક્કી કરનારા સાબિત થનારા થશે. જા કે ચિત્ર કયારે સુધરશે એ અંગે નિષ્ણાંતો હજુ પણ અવઢવની સ્થિતિમાં  છે. એેક અદાજ મુજબ માર્કેટને બેઠું થતાં વચ્ચે એલએલસી પર ચીન સાથે સંઘર્ષ થશે અને સંભવિત યુધ્ધની સ્થિતિસર્જાશે તો માર્કેટની હાલત અંગે કશું કહી શકાય તેમ નથી.

વળી, તેની સાથે ચીની પ્રોડક્ટસનો બહિષ્કાર પણ થઈ રહ્યો છે. તેની અસર પણ કંપનીઓના પરિણામની સાથે માર્કેેટમાં જાવા મળશે. આગામી બે થી ત્રણ મહિના અર્થતંત્રનો સિનારીયો નક્કી કરવા અગત્યના સાબિત થશે એવો દાવો બજાર સાથે સંકળાયેલા નિષ્ણાંતોનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.