આગામી ત્રણ મહીનામાં વસુંધરા રાજેના હાથમાં રાજસ્થાનનું સુકાન : ઓડિયો વાયરલ
જયપુર: રાજસ્થાનની રાજનીતિમા ઓડિયોની મોટી ભૂમિકા રહી છે ગત કેટલાક દિવસોમાં કોંગ્રેસના આતરિક ખેંચતાણમાં કેટલીક ઓડિયો ટેપે રાજકીય તાપમાન વધારી દીધુ હતું હવે આ વખતે ભાજપ નેતાની એક ઓડિયો સામે આવી છે જેમાં ભાજપની આંતરિક લડાઇને જાહેરમાં લાવી દીધી છે. આ ઓડિયો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થક કહેવાતા રોહિતાશ શર્માની હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે એક ભાજપ કાર્યકર્તાની સાથે વાત કરી રહ્યાં છે અને ગાળો આપતા નજરે પડી રહ્યાં છે આ ઓડિયોમાં તે એક અન્ય કાર્યકર્તાને ગાળો આપી કહી રહ્યાં છે કે વસુંધરા રાજે જ નેતા બનશે આ મુર્ખ શું રાજ ચલાવશે
એક અન્ય વીડિયોમાં તે કહેવાતી રીતે દાવો કરતા સંભળાય છે કે આગામી ત્રણ મહીનામાં વસુંધરા રાજે ટેક ઓવર કરી લેશે ઓડિયો અનુસાર આગામી ત્રણ મહીનામાં વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપની સર્વેસર્વા હશે તેની પુરી તૈયારી થઇ ચુકી છે જાે કે રોહિતાશ શર્મા આ ઓડિયોને પોતાની હોવાનો ઇન્કાર કરી રહ્યં છે તેમનું કહેવું છે કે તેમણે આ રીતની કોઇ પણ વાત કરી નથી મારી અને થાનાગાજી વિસ્તારના એક કાર્યકર્તા વચ્ચે વાતચીત થઇ હતી
તેને વસુંધરા જન રસોઇમાં કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે કાર્યકર્તાએ સતીષ પુનિયાની બાબતમાં ચર્ચા કરી તો મેં કહી દીધુ કે તમે પુનિયા જીંદાબાદ બોલો પરંતુ હું કોઇને ગાળ આપવા માંગતો નથી કહેવાતી ઓડિયોમાં તે એક જીલ્લાધ્યક્ષનું નામ લેતા અપશબ્દોની સાથે કહી રહ્યાં છે કે આ જીલ્લા અધ્યક્ષ મોયર સાયકલ પણ છોડાવી શકે તેમ છે. આ કેવું સંગઠન થયું જેમાં મજબુત લોકોને રાખવામાં આવશે નહીં આ શું વાત થઇ નેતાને મારી કોઇ જીવતુ રહી શકે છે તમે નેતાને મારી રહ્યો છે વસુંધરાને હટાવી આ ચુંટણી કરી શકો છો શું
ભાજપમાં નિવેદનબાજી કરનારા નેતાઓને અંકુશમાં લેવા માટે નેતાઓ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.રોહિતાશ શર્માને નોટીસ જારી કરી ૧૫ દિવસોમાં સ્પષ્ટીકરણ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટીસ પ્રદેશ મહામંત્રી ભજનલાલ શર્માના માધ્યમથી આપવામાં આવી છે જાે કે શર્માનું વલણ નોટીસ બાદ પણ યથાવત છે.
રોહિતાશને તેમના એક જુનના નિવેદનને લઇ નોટીસ આપવામાં આવી છે નોટીસમાં રોહિતાશ શર્માના તે નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયાં તે એ કહેતા સંભાળાય છે કે રાજસ્થાન ભાજપની કચેરીથી પાર્ટી ચલાવાઇ રહી છે જે હાલ કોંગ્રેસના કેન્દ્રમાં થઇ ગઇ છે. રાજસ્થાનમાં વિરોધ પક્ષની આવી જ હાલત થઇ ગઇ છે. આ નોટિસમાં રોહિતાશ શર્માથી કેન્દ્રની વિરૂધ્ધ નિવેદનબાજી પર સ્પષ્ટતા માંગવામાં આવી છે. એ યાદ રહે કે રાજસ્થાનમાં ભાજપમાં મતભેદ હોવાના અહેવાલો આવતા રહ્યાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી વસુંધરા વિરૂધ્ધ સતીશ પુનિયા જુથમાં વિભાજીત થઇ ગઇ છે અને એક બીજાની સામે આવી ગયા છે.