આગામી ત્રણ વર્ષમાં અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો થઈ શકેઃ PwC રિપોર્ટ
- આગામી 3 વર્ષમાં અર્થતંત્રને બેઠું કરવા અને વૃદ્ધિ કરવા જીડીપીમાં 75 ટકા હિસ્સો ધરાવતા નવા ક્ષેત્રોની રૂપરેખા જણાવવામાં આવી
- વૃદ્ધિને વેગ આપવા નીતિગત, ડિજિટલ અને માળખાગત પ્લેટફોર્મ્સમાં પ્રયાસો કરવાની ભલામણો
- અર્થતંત્રમાં વધુ લોકોને સહભાગી બનાવવા, એનો વ્યાપ વધારવા, ઔપચારિક સ્વરૂપ આપવા અને ડિજિટલાઇજેશન કરવા અપીલ
- India @ 75 માટે ત્રણ વર્ષની રાષ્ટ્રીય સફરને વેગ આપવા સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવાની માનસિકતા અપનાવવાની અપીલ
મુંબઈ, PwC ઇન્ડિયાનો રિપોર્ટ ‘ફૂલ પોટેન્શિયલ રિવાઇવલ એન્ડ ગ્રોથ – ચાર્ટિંગ ઇન્ડિયાસ મીડિયમ ટર્મ જર્ની’ સ્વતંત્રતા દિવસના અઠવાડિયામાં લોંચ થયો હતો, જેમાં આગામી ત્રણ વર્ષમાં નોંધપાત્ર આર્થિક પ્રગતિ હાંસલ કરી શકે એવા નવ ક્ષેત્રોમાં મુખ્ય થીમ અને અમલીકરણના અભિગમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી છે. કોવિડ-19એ અભૂતપૂર્વ કટોકટી ઊભી કરી છે, જેનો સામનો લોકડાઉન દરમિયાન તમામ 1.35 અબજ ભારતીયોએ કર્યો હતો. બિઝનેસ, સરકારી ક્ષેત્ર અને નાગરિક આગેવાનો સાથે મુલાકાત પર આધારિત આ રિપોર્ટ સેક્ટરલ એનાલીસિસ અને રાષ્ટ્રવ્યાપી સર્વે છે. એમાં તારણમાં જણાવવામાં આવ્યું છે કે, ઉલ્લેખ કરવામાં આવેલા અવરોધોને દૂર કરીને અને સંયુક્ત કામગીરી કરીને ત્રણ વર્ષના ગાળામાં અર્થતંત્રને ઝડપથી બેઠું કરી શકાશે અને પરિણામે ઊંચી વૃદ્ધિ હાંસલ થઈ શકશે.
PwC ઇન્ડિયાના ચેરમેન શ્યામલ મુખર્જીએ કહ્યું હતું કે, “આ ભારતીય અર્થતંત્ર માટે ગંભીર બાહ્ય આંચકો છે, પણ આ ભારત માટે વળાંક સમાન ઘટના બની શકે છે. આપણી પાસે આપણા અભિગમ પર પુનર્વિચાર કરવાની, આપણી બિઝનેસ ઇકોસિસ્ટમને રિકન્ફિગર કરવાની તથા આપણા અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવાની તક છે. સંપૂર્ણ સમાજને એકસાથે ચાલવાના અભિગમ સાથે સરકારી અને ખાનગી ક્ષેત્રની સાથે નાગરિકોને એકમંચ પર લાવવા એ અર્થતંત્રમાં સુધારો કરવા અને વૃદ્ધિને વેગ આપવાની ચાવી બની રહેશે. રાષ્ટ્રનાં તમામ હિતધારકોને એકતાંતણે જોડવા સંપૂર્ણ સંભવિતતાનો ઉપયોગ કરવાની માનસિકતાની જરૂર છે, જે મધ્યમ ગાળામાં અર્થતંત્રને સકારાત્મક બનાવી શકે છે.”
PwC ઇન્ડિયાના ગવર્મેન્ટ સ્ટ્રેટેજી અને ટ્રાન્સફોર્મેશન લીડર શશાંક ત્રિપાઠીએ કહ્યું હતું કે, “અમારો રિપોર્ટ અર્થતંત્રમાં સુધારો કરવા માટે આઠ આધારસ્તંભો વિશે જાણકારી આપે છે, જે ‘હાઉસ ઓફ રિવાઇવલ એન્ડ ગ્રોથ’ ધરાવે છે. આપણે આપણા અર્થતંત્રનું પુનર્નિર્માણ કરી રહ્યાં હોવાથી આપણે વૃદ્ધિ આડેના અવરોધો દૂર કરવા આવશ્યક છે.
જ્યારે દરેક ક્ષેત્રએ પોતાની રીતે વૃદ્ધિ કરવી પડશે, ત્યારે ડેટાના પ્રવાહમાં વધારો તથા ક્ષેત્રો વચ્ચે અને તમામ સંસ્થાઓ વચ્ચે સમન્વય ચાવીરૂપ બનશે. આ ગાળામાં આપણા અર્થતંત્રમાં વધુને વધુને લોકોને સહભાગી બનાવીને, એને વ્યાપક બનાવીને અને એને નવી ઊંચાઈએ લઈ જઈને આપણે આપણી વૃદ્ધિને વેગ આપીશું અને એને વધારે સર્વસમાવેશક બનાવીશું.”
સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ વાયરસના સતત પ્રસારની સાથે સ્વાસ્થ્યની સ્થિતિમાં ફેરફાર થતો રહેશે. એનાથી અર્થતંત્રને સીધો આંચકો લાગ્યો છે અને મંદી ઊભી થઈ છે. રિપોર્ટમાં રૂપરેખા વ્યક્ત કરવામાં આવી છે કે, સ્થાનિક ખર્ચ, ખાનગી રોકાણ, સરકારી ખર્ચ અને નિકાસમાં વૃદ્ધિ – અર્થતંત્રની વૃદ્ધિને વેગ આપતા મુખ્ય પ્રેરક પરિબળો બની રહેશે. આ પરિબળો અર્થતંત્રમાં સુધારો કરવામાં અને એને વૃદ્ધિ કરવામાં મહત્ત્વપૂર્ણ બની રહેશે.
હાઉસ ઓફ રિવાઇવલ એન્ડ ગ્રોથ રિપોર્ટ આગેવાનો સાથે ચર્ચાને આધારે માગ, પુરવઠો, સંસાધન અને સંસ્થાઓમાં વૃદ્ધિના આઠ પેટા આધારસ્તંભો વિશે જાણકારી આપે છે. સંપૂર્ણ માગમાં વધારો કરવા રિપોર્ટ ‘તમામ ક્ષેત્રોને સાંકળવા’ અને ‘પ્રોત્સાહન, વિકેન્દ્રીકરણ અને માળખાગત સુવિધાને સક્ષમ બનાવવા’ સાથે સંબંધિત બે પેટા આધારસ્તંભની રૂપરેખા વ્યક્ત કરે છે. પુરવઠામાં સુધારો કરવા માટે બે મુખ્ય આધારસ્તંભો છે – ‘કાર્યકારી મોડલમાં પરિવર્તન’ અને ‘પુરવઠાની સાંકળની પુનઃરચના.’
સંસાધનોનું મૂલ્ય મેળવવા ‘નેચરલ, ફાઇનાન્સિયલ એન્ડ ડેટા’ અને ‘માનવીય અને સાંસ્કૃતિક’ સંસાધનો મદદરૂપ થશે. છેલ્લે સંસ્થાઓને વ્યાપક સ્તરે નીતિગત સુધારા અને વિશ્વાસ પેદા કરવા માટે ‘સુધારા અને વહીવટ’ તથા ‘વ્યાવસાયિક સ્થિરતા’ની જરૂર પડશે. આ આધારસ્તંભોને ડેટા અને ટેકનોલોજી સપોર્ટ કરશે, જેથી અર્થતંત્ર વેગ પકડશે અને તબક્કાવાર રીતે બેઠું થશે. રિપોર્ટમાં અર્થતંત્રને બેઠું કરવા અને વૃદ્ધિ માટે કુલ 27 મુખ્ય થીમ દર્શાવવામાં આવી છે.
ચોક્કસ અસરો સાથે નવ ક્ષેત્રોનો વિસ્તૃત અભ્યાસ રિપોર્ટમાં રોગચાળા પૂર્વે જીડીપીમાં 75 ટકા પ્રદાન કરતા નવ મુખ્ય ક્ષેત્રો અને MSME સેગમેન્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
કન્ઝ્યુમર અને રિટેલ, હેલ્થ અને ફાર્મા, ઓટોમોટિવ અને ઔદ્યોગિક ઉત્પાદનો (આઇપી) ક્ષેત્રોને વિસ્તૃત અસર થશે, કારણ કે વેલનેસ, સલામતી અને સ્વાસ્થ્યથી પ્રભાવિત ઉપભોક્તાની માગ નવા ઉત્પાદનો અને સેવાઓ તરફ વળશે. વીજળી અને ખાણ, માળખાગત અને લોજિસ્ટિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રનું ઉદારીકરણ ડેટાના સતત પ્રવાહને અસર કરશે,
જેથી મુખ્ય માળખાગત અને સંસાધનો અવરોધમુક્ત બની શકશે. જ્યારે નાણાકીય સેવા ક્ષેત્રનું ઉદારીકરણ અર્થતંત્રમાં મજબૂત મૂડીપ્રવાહને સુનિશ્ચિત કરશે, ત્યારે સરકારી ક્ષેત્ર મુખ્ય પ્રેરકબળ છે અને આગામી થોડા વર્ષો દરમિયાન સીધું પ્રોત્સાહક પણ બનશે. દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતું કૃષિ ક્ષેત્ર તમામ હિતધારકો માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. છેલ્લે, MSME એક સેક્ટર હોવાની સાથે તમામ નવ ક્ષેત્રોમાં રોજગારી અને ઉત્પાદકતાને પ્રભાવિત કરે છે અને મુખ્ય ક્ષેત્રોમાં સુધારો કરવા માટે એના પર વિચાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અર્થતંત્રમાં સુધારો કરવા મુશ્કેલ છે હોવાની ધારણા વ્યક્ત કરે છે, પણ તાજેતરમાં PwC CXO સર્વે તેમજ દેશભરમાં 1,500 લોકોના બહોળા કન્ઝ્યુમર સર્વમાં નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળા માટે આર્થિક સુધારા માટેની સૌથી વધુ સંભવિતતા વ્યક્ત કરવામાં આવી છે. આનો આધાર રોગચાળાના નિયંત્રણ તથા રસીના સંશોધન અને એને લોકો સુધી પહોંચાડવાની કામગીરી પર રહેશે.
મહત્ત્વપૂર્ણ પરિબળો અને “હોલ-ઓફ-સોસાયટી” અભિગમ કંપનીઓ અર્થતંત્રમાં સુધારા અને વૃદ્ધિના અભિગમનો વિચાર કરતી હોવાથી તેઓ 10 પરિબળોનો વિચાર કરી શકે છે. આ પરિબળો છે – માગની ધારણા, વિકેન્દ્રીકૃત માગ ઝડપવા માટે વિવિધ મોડલ, ઉત્પાદન અને સેવાના પોર્ટફોલિયોનું પુનઃસંતુલન, ભવિષ્ય માટે ફિટ ખર્ચનાં માળખા, વિસ્તૃત ડિજિટલ પરિવર્તન તથા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પુરવઠાની સાંકળની નવી દિશા આપવી અને કર્મચારીઓને નવી કુશળતાઓ સાથે સજ્જ કરવા અને રોજગારી, અસ્તિત્વ ટકાવવા અને બેઠા થવા ડેટા અને મૂડીમાંથી ઉપયોગી જાણકારીનો લાભ લેવો. છેલ્લે, વૃદ્ધિ માટે વિવિધ પાસાઓમાં વિશ્વાસ સ્થાપિત કરવો મહત્ત્વપૂર્ણ બની રહેશે.
‘હોલ ઓફ ઓર્ગેનાઇઝેશન’ અભિગમ માટે કંપનીમાં સંકલિત કામગીરીની જરૂર પડશે. વ્યાપક સ્તરે વાત કરીએ તો એનાથી હોલ-ઓફ-સોસાયટી અભિગમને પ્રોત્સાહન મળશે, જે વધારે સારું સંકલન સ્થાપિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા આ ભારત માટે વળાંક સમાન ઘટના છે. સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવાની માનસિકતા એટલે જો આપણે અર્થતંત્રને બેઠું કરવા આડેના અવરોધોને દૂર કરી શકીએ, તો આપણે એને બેઠું કરવાની સાથે વધારે મજબૂતી સાથે બહાર આવીશું. પ્રારંભિક સંકેતો સૂચવે છે કે, છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વૃદ્ધિદર 6.8 ટકા રહ્યો છે. જો આપણે અવરોધો દૂર કરી શકીએ, સંયુક્તપણે, ઝડપથી કામ કરી શકીએ, તો રિકવરીના તબક્કા પછી વૃદ્ધિદરમાં નોંધપાત્ર વધારો કરી શકીએ. રિપોર્ટમાં સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા હાંસલ કરવા કામગીરી કરવા 10 મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી છે. જો આપણે અવરોધો દૂર કરી શકીએ, તો આપણે અર્થતંત્રને બેઠું કરવાની સાથે એને સંપૂર્ણ નવો આકાર આપી શકીએ.
સ્વતંત્રતા દિવસના અઠવાડિયામાં જાહેર થયેલા આ રિપોર્ટમાં સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રની સાથે સંપૂર્ણ અર્થતંત્રમાં નવી માનસિકતા, સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવાના અભિગમને અપનાવવાની અપીલ કરવામાં આવી છે. સહિયારા પ્રયાસ સાથે આપણે મધ્યમ ગાળામાં અર્થતંત્ર અને દેશને બેઠો કરી શકીએ અને વિકાસની ગાડીને ફરી પાટે ચઢાવી શકીએ.