આગામી દાયકો ભારતનો હશે, તેજીથી વિકાસ કરવાની ક્ષમતા છેઃ બિલ ગેટ્સ
નવીદિલ્હી, માઇક્રોસોફટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું છે કે ભારતમાં આગામી દાયકામાં ખુબ તેજી ગતિથી આર્થિક વૃદ્ધિ કરવાની ક્ષમતા છે. તેનાથી મોટી સંખ્યામાં લોકોને ગરીબીથી બહાર કાઢી શકાશે અને સરકારને જોરશોરથી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં રોકાણની તક મળશે.વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગેટ્સે દેશની આધારથી ઓળખ સુનિશ્ચિત કરવાની પ્રણાલીની પ્રશાસા કરી હતી આ સાથે તેમણે નાણાંકીય સેવા ક્ષેત્ર અને દવા ક્ષેત્રમાં દેશના પ્રદર્શનની પ્રશંસા કરી છે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતની બાબતે ગેટ્સે આ રીતની સારી વાતો એવા સમયે કરી છે જયારે જયારે દેશ ભારે આર્થિક નરમીના દૌરમાં પસાર થઇ રહ્યો છે કેટલાક નિષ્ણાંતોનું તો ત્યાં સુધી માનવું છે કે આ સ્થિતિ લાંબા સમય સુધી બની રહેવાની આશંકા છે.
ગેટ્સે કહ્યું કે નજીકના ભવિષ્યની બાબતમાં તો મને વધુ માહિતી નથી પરંતુ હું એ કહી શકુ છું કે આગામી એક દાયકામાં ખુબ તેજ વૃદ્ધિની સંભાવના છે તેનાથી ખુબ લોકોને ગરીબીથી બહાર નિકાળી શકાશે અને સરકાર આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ભારે રોકાણ કરવામાં સક્ષમ બનશે. બિલ ગેટ્સ શુક્રવો એકવાર ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે તેમની કુલ નેટવર્થ મુડી ૧૧૦ અબજ ડોલર થઇ ગઇ છે.તેમણે અમેજન ઇકના પ્રમુખ જેફ બેજાસને પાછળ પાડી આ સ્થાન ફરીથી હાંસલ કર્યું છે.
ગેટ્સે કહ્યું કે આધાર ઓળખ પ્રણાલી અને જે રીતે લોકોની વચ્ચે યુપીઆઇ વળતર પ્રણાલીને અપનાવવામાં આવી રહી છે પોતાના આપમાં પ્રશંસનીય છે આ કામથી સારો અનુભવ મળ્યો છે. તેમણે કહ્યું કે આપણે નંદન નીલેકણિ જેવા લોકોની સાથે ભાગીદારી કરવાની બાબતે વિચારવું જોઇએ બીજા દેશ ભારતથી શિખી શકે છે કે કેવી રીતે ડિઝીટલ ઓળખ કે નાણાંકીય સેવા પ્રણાલીઓને લાગુ કરી શકાય છે ગેટ્સે ટીકાકરણ વિનિર્માણમાં ભારતની અગ્રણી ભૂમિકાની પણ પ્રશંસા કરી તેમણે કહ્યું કે લોકોના જીવનને સારૂ બનાવવામાં સરકારનો ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે.