આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૫ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે
નવીદિલ્હી, આજ ૧૦૫ દિવસ થઈ ગયા છે જયારે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં રાહત આપવામાં આવી હોય. હાલમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો તો થયો છે પણ ચૂંટણી સમાપ્ત થયા પછી ફરી પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થવાની આશંકા જાણવી રહી છે.
૧ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ, કાચા તેલની કિંમત બેરલ દીઠ ઇં ૬૯ હતી, પરંતુ ત્યારથી ક્રૂડ તેલ પ્રતિ બેરલ ઇં ૨૪ કરતા વધુ મોંઘું થઈ ગયું છે. એટલું જ નહીં, તે ભવિષ્યમાં પણ વેગ પકડી શકે છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૫ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર રાબેતા મુજબ જાહેર કરવામાં આવ્યા હતા. પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણીને કારણે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે પણ જ્યારે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની આશંકા વચ્ચે, ક્રૂડ ઓઇલ ૨૦૧૪ પછી પ્રથમ વખત ઇં ૧૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે.
કેન્દ્ર સરકારના પેટ્રોલ અને ડીઝલ પર ૪ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હોબાળા પછી પેટ્રોલિયમ ઉત્પાદ પર ભાવ સ્થિર કરવામાં આવ્યા હતા. આ પછી કેટલાક રાજ્યોમાં કર ના ભાવમાં ઘટાડો થતા ભાવ ઓછા થયા પણ કોઈ વૃદ્ધિ જાેવા નથી મળી. આ પાછળ મુખ્ય કારણ આંતરરરષ્ટ્રીય બજારમા ભાવમાં વધારો છે.HS