Western Times News

Gujarati News

આગામી દિવસોમાં ’મલ્ટીટાસ્કીંગ સ્કીલ ધરાવતા કર્મચારીઓની માંગ વધશે

Multi-tasking man

કોરોનાને કારણે રોજગાર ક્ષેત્ર પર અસર થતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે સૌથી મોટી અસર રોજગાર ક્ષેત્ર પડી છે. ભારત જ નહીં વિશ્વભરમાં એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ આર્થિક સમસ્યાનો મોટો પ્રશ્ન છે. લગભગ બધા દેશોનો જીડીપી દર ઘટ્યો છે. અને માઈનસમાં ગયો છે. ત્યારે આગામી દિવસોમાં નોકરીઓ પર મોટો ખતરો સર્જાય એમ છે.

આગામી દિવસોમાં કંપનીઓ પણ રેગ્યુલર (પરંપરાગત) પ્રકારનું કામ કરતા કર્મચારીઓને સ્થાને મલ્ટીટાસ્ક સ્કીલ ધરાવતા કર્મચારીઓ પર વિશેષ આધાર રાખશે. એટલે કે વ્યક્તિ એક જ પગારમાં બે થી ત્રણ પ્રકારના નાના-મોટા કામ કંપની માટે કરી શકે એવી વ્યક્તિને એપોઈન્ટ કરાશે. કારણ કે જુદા જુદા કર્મચારીઓના સ્થાને જુદા જુદાકામોમાં કૌશલ્ય ધરાવતા વ્યક્તિ વધુ અનુકૂળ પડશ.

તેમાં પણ નાની નાની કંપનીઓ-શર્ટ રૂમ શોપ્સની અંદર કે જ્યાં અનેક કર્મચારીઓ કામ કરે છે તેની જગ્યાએ બે વ્યક્તિ પાંચ વ્યક્તિનુ કામ કરી શકશે તો બાકીની ત્રણ કામ કરતી વ્યક્તિને નોકરીમાંથી પાણીચુ આપી દેવામાં આવશે.

સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વધુ કથળશે એવી ચેતવણી વિશ્વની મોટી મોટી નાણાંકીય કંપનીઓ-સંસ્થાઓ આપી ચુકી છે. ભારતમાં તો વિશાળ પ્રમાણમાં કર્મચારી-કારીગર વર્ગ છે. તેથી કોઈ એક વ્યક્તિ નોકરી છોડશે તો તેનાથી ઓછા વેતનમાં કામ કરવા મોટી સંખ્યામાં કામ કરવાવાળા મળી જતા હોય છે તેથી ભારતમાં તેની વ્યાપક અસર થવાની સંભાવનાઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.