Western Times News

Gujarati News

આગામી પાંચ વર્ષ સુધી સરકારનો ફોકસ અયોધ્યા પર

નવીદિલ્હી, અયોઘ્યામાં પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓપ એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે પ્રયત્ન શરૂ કર્યા છે. અયોધ્યામાં મંદિર બનવાના ર્નિણય સાથે જ અહી એયરપોર્ટ બનાવવાની ગતિવિધિઓ ઝડપી થઈ રહી છે. પૂર્વાચલ એક્સપ્રેસ વે પણ અયોધ્યા થઈને પસાર થશે. બીજી બાજુ બનારસથી અયોધ્યા સુધી પણ ફોર લેન બનાવાશે.

આ ઉપરાંત અયોધ્યા વિકાસ મંડળની સીમાઓ પણ વિસ્તૃત કરવામાં આવી રહી છે જેથી આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરી શકાય. બધા પ્રયાસો ફક્ત એટલા માટે કરવામાં આવ્યા હતા કે અયોધ્યા એક મુખ્ય ધાર્મિક પર્યટન બન્યું હતું. અયોધ્યા એરપોર્ટના નિર્માણ માટે હજી ૭-૮ વર્ષનો સમય બાકી છે, પરંતુ લખનૌ અને બનારસમાં પહેલાથી જ વર્લ્ડ ક્લાસ એરપોર્ટ અસ્તિત્વમાં છે. અહીંથી અયોધ્યા પહોંચવું સરળ બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લખનૌથી બનારસ સુધી બની રહેલો ફોર લેન અંતિમ ચરણમાં છે. તો બીજી બાજુ બનારસથી અયોધ્યા સુધીના ૧૯૨-કિલોમીટર લાંબા કાશી-અયોધ્યા હાઇવેને પણ બે વર્ષમાં બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, જ્યારે પ્રવાસીઓ લખનઉ એરપોર્ટ પર ઉતરે તો અયોધ્યા જાય કે બનારસ ત્યાર માર્ગ રસ્તા સીધા અને ખાડાઓ વગરના હોય. લખનૌથી લગભગ દોઢ કલાક અને બનારસથી લગભગ બે કલાકમાં અયોધ્યા પહોંચી શકાશે.

આ ઉપરાંત, તીર્થ વિકાસ પરિષદ અયોધ્યામાં ઘાટ, મંદિરો અને અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓનો વિકાસ કરશે. અયોધ્યામાં દરેક ગલી, દરેક ઘરમાં મંદિરો છે. તેને પણ શણગારવામાં આવશે. સાથે જઅયોધ્યા અને આસપાસના વિસ્તારને ઓથોરિટી પોતાની સીમાની અંદર લઈને તેનો વિકાસ કરશે, જેથી મોટી પ્રખ્યાત ફાઇવ સ્ટાર હોટલોનો ધસારો અહીં આવશે. આ સિવાય પર્યટન સુવિધાઓ વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.