Western Times News

Gujarati News

આગામી ફિફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ અમદાવાદમાં રમાશે

અમદાવાદ: ફિફાએ અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ ૧૭ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી ૨૦૨૧ સુધી ભારતમાં યોજાશે. ભારતમાં યોજાનાર આ વર્લ્ડ કપની ૭ મેચ અમદાવાદમાં રમાશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ ટિ્‌વટ કરીને માહિતી આપી હતી.
ફૂટબોલનું સંચાલન કરતી વૈશ્વિક સંસ્થા ફિફાએ અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વર્લ્ડ કપ ૨૦૨૧માં ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ૭ માર્ચ સુધી ભારતમાં અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા અને નવી મુંબઈના મેદાનો પર રમાશે. આ શહેરો અંગે ફિફાએ અગાઉથી જ મંજૂરી આપી દીધી છે.

મુખ્યમંત્રીએ  કરીને જણાવ્યું કે, ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે કે, ફીફા અંડર -૧૭ મહિલા વર્લ્ડ કપ ફૂટબોલ ભારત ૨૦૨૧ અમદાવાદ ખાતે યોજાશે. ૧૮, ૨૧ અને ૨૪ ફેબ્રુઆરીએ અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના ક્વાર્ટર ફાઈનલ એમ કુલ સાત મેચો અમદાવાદમાં રમાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.