આગામી ફિલ્મમાં એથ્લિટની ભૂમિકામાં જોવા મળશે
મુંબઈ: બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાના અદભૂત પાત્ર નિભાવનારા અભિનેતા તરીકે જાણીતો છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં તેમનો રોલ હોય કે પછી ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં એક ‘ગે’ નો રોલ હોય, અભિનેતા તેમની શાનદાર એક્ટિગથી સૌ લોકોનું દિલ જીતી લે છે. હવે અભિનેતા દર્શકો માટે અનોખા રોલમાં જાેવા મળશે.
અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અભિનેતા આયુષ્માન ખુરાના એક ઍથ્લીટના રૂપમાં જાેવા મળશે. આ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી થયું નથી. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે.
અભિષેકે કહ્યું કે, આયુષ્માન અને મારા માટે આ ફિલ્મ ખાસ છે. અમને આશા છે કે, દર્શકોને સિનામાઘરોમાં ફરી પાછા આવે અને એક સમુદાયના રૂપમાં ફિલ્મ જુએ.ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે, તે આયુષ્માનને એવા રોલમાં રજૂ કરશે. જે હજુ સુધી સામે આવ્યો નથી. અભિષેકનું કહેવું છે કે, આયુષ્માન ફિલ્મમાં એક ક્રાૅસ ફંક્શનલ ઍથ્લિટના રોલમાં હશે. તેના માટે શારિરીક પરિવર્તનથી પસાર થવું પડશે. આ ખુબ મુશ્કેલ છે તેના માટે અભિનેતા પ્રતિબદ્ધ છે.આયુષ્માન, અભિષેકની સાથે આ ફિલ્મને લઈ ખૂબ જ ઉત્સાહિત છે.
અભિનેતાએ કહ્યું કે, આજે સિનેમામાં એક અલગ અવાજ છે અને મને ખુશી છે કે, અંતે અમને એક પોજેકટમાં સાથે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મમાં મારો રોલ અનોખો હશે. જેના માટે મારે ખુબ મહેનત કરવી પડશે, પરંતુ મને લાગે છે કે, તેના માટે મારે દુઃખ પણ સહન કરવું પડશે.આ ફિલ્મ આવનારા વર્ષે દુનિયાભરના સિનેમાધરોમાં રિલીઝ થશે.