Western Times News

Gujarati News

આગામી બે કલાકમાં દિલ્લી-એનસીઆરમાં મૌસમ બદલાઇ શકે છે: હવામાન વિભાગ

નવીદિલ્હી,ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું કે આગામી બે કલાકમાં દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગનો મિજાજ બદલાવવાનો છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ, ભારે પવન, વાદળની ગર્જના સાથે હવામાન બદલાવવાની સંભાવના છે. આ અનુમાન પશ્વિમ, ઉત્તર પશ્વિમ, દક્ષિણ ઉત્તર, દક્ષિણ દિલ્હી અને એનસીઆરની સાથે સાથે રોહતક, ચરખી દાદરી, ઝઝર, ફરૂખનગર, કોસલી વિસ્તારો માટે પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ દિલ્હીમાં અધિકતમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન છે. આ પહેલાં દિલ્હીમાં સોમવારે સાંજે આંધીના કારણે મોટી સંખ્યામાં તમામ રસ્તા પર ઝાડ ધરાશાયી થયા હતા. જેથી બીજા દિવસે પણ પ્રભાવિત રહ્યા હતા. રસ્તા પર ઝાડ પડી જતાં સવારે ઓફિસ જનારા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પૂર્વે દિલ્હીના વિકાસ માર્ગથી લઇને મધ્ય દિલ્હીના આઇટીઓ, લુટિયન્સ દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગથી લઇને તિલક માર્ગ, સિકંદરા રોડ, રિંગ રોડ, મથુરા રોડ અને મંડી હાઉસ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

આજે આંધી વરસાદ બાદ હવામાન ઘણી હદે સ્વચ્છ રહ્યું હતું. જાેકે તેમછતાં તાપમાનમાં વધારાની સંભાવના છે. આંશિક રીતે ક્યારેક ક્યારેક વાદળો જાેવા મળી શકે છે. ૨૦ થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૬ જૂન સુધી મેક્સિમમ તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૨૪ થી ૨૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે.

હવામાન વિભાગના અનુસાર આ વખતે દેશભરમાં વરસાદ સામાન્યથી સારો રહેવાની આશા છે. દક્ષિણ હરિયાણામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. આ વખતે મે મહિનામાં ગત ઘણી તુલનામાં સારો વરસાદ થઇ શકે છે. એવામાં મોનસૂન દરમિયન સારો વરસાદ થઇ શકે છે. એવામાં મોનસૂન દરમિયાન સારો વરસાદ થવાની આશા છે. હવામાન વિભાગના અનુઆર દક્ષિણ હરિયાણામાં ૨૭ જૂનની આસપાસ મોનસૂન સક્રિય થઇ જશે, ત્યારબાદ અહીં સતત વરસાદ પડવાનું અનુમાન છે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.